તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમારકામ:સત્યમેવ જયતે યુવા ગ્રુપ બામરોલી દ્વારા મંદિરનું સમારકામ હાથ ધરાયું

વસો3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હનુમાન ચાલીસા પાઠ કરી કામ શરૂ કર્યું

વસોના બામરોલી ગામે ચોમાસા સમય દરમિયાન બળિયાદેવના મંદિરમાં વરસાદના કારણે ધાબા ઉપર પાણી ભરાય છે. વરસાદ બંધ થયા પછી પણ બે-ચાર દિવસ સુધી પણ પાણી લીક થવાનો પ્રશ્ન રહે છે. છત લીક થવાના કારણે મંદિરમાં પાણી પડતું હોવાથી લપસી જવાનો ભય રહેલો હોય છે. એમાં ખાસ કરીને બાળકો દોડા-દોડી કરતા હોય છે. આ સમય દરમિયાન દર્શનાર્થીઓને દર્શન કરવા માટે મુશ્કેલી પડતી હોય છે.જેથી ગામના સત્યમેવ જયતે યુવા ગ્રુપના ધ્યાનમાં આવતા બળિયાદેવ મંદિરના છતના તળિયાનું કામ કરવાનું નક્કી કર્યું હતું.

શનિવારના રોજ હનુમાન ચાલીસાના પાઠ કરી રાત્રે જ કામની શરૂઆત કરી દેવામાં આવી હતી. આ કામ માટે ગ્રુપના સભ્ય ધર્મેશસિંહ સોલંકીનો મુખ્ય ફાળો રહ્યો હતો.આ કાર્યથી મંદિરમાં લીક થતું પાણી બંધ થઈ જશે અને મંદિરની છતનું આયુષ્ય વધશે. હવે ચોમાસા દરમિયાન લોકો સરળતાથી દર્શન કરી શકશે અને લપસી જવાનો ભય રહેશે નહીં.

અન્ય સમાચારો પણ છે...