તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:વસોના દંતાલીના ગોલણીયા તળાવમાંથી બામરોલીના યુવક-યુવતીના મૃતદેહ મળ્યો

વસો16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંનેએ આત્મહત્યા કરી છે કે કેમ? પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી

વસોના દંતાલી ગામની સીમમાં આવેલા ગોલણીયા તળાવમાંથી આજે યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. યુવતી દંતાલી ગામની જ્યારે યુવક બામરોલીનો હોવાનું જાણવા મળ્યુ છે. આ અંગે દંતાલી ગામની સીમમાં ગિરધરપુરામાં ગોલણીયા તળાવની પાસે રહેતા ગણેશભાઈ સોલંકીએ મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી.

જેમાં મૃત્યુ પામેલી યુવતી પારૂલબેન સુરેશભાઈ રઈજીભાઈ સોલંકી (ઉં. 18, રહે. દંતાલી ગામની સીમ, ગિરધરપુરા, ગોલણીયા તળાવ પાસે, તા. વસો) જ્યારે યુવક સૌરભભાઈ હરમાનભાઈ સોલંકી (ઉં. 17 વર્ષ 8 માસ, રહે. બામરોલી, તા. વસો) હોવાનું પોલીસ ચોપડે નોંધાયુ છે. પોલીસે આ અંગે જાણવા જોગ નોંધી તળાવમાં ડૂબીને મોત થયુ હોવાનું જણાવ્યુ છે. તેમના મૃતદેહોને કબજે લઈ પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યા છે. ઉપરાંત મૃતક યુવક-યુવતીના અગાઉ અલગ- અલગ પાત્રો સાથે લગ્ન થયેલા હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે. ત્યારે બંનેએ આત્મહત્યા કરી છે કે કેમ? તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...