તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરઉનાળે ચોમાસુ:રોડ ઉપર વહેતું ઉભરાતી ગટરનું દુર્ગંધયુકત પાણી

વસો22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદના દાવડામાં ભરઉનાળે ચોમાસુ

નડિયાદ તાલુકાના દાવડા ગામમાં ગંદા પાણીના નિકાલ માટે ગટરલાઇન નાંખવામાં આવી છે. છેલ્લા થોડા દિવસથી ગામમાં ગટર લાઇન કોઇ કારણસર ઉભરાઇ રહી છે. આ ગટરના ગંદા પાણી અવરજવરના મુખ્ય રસ્તા પર થઇ વહી રહ્યું છે. આ પાણી માથુ ફાડી નાંખે તેવી દુર્ગંધ મારે છે. હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ઉભરાતી ગટરો પ્રજા માટે શીરદર્દ બની છે. જોગણી માતાના મંદિર પાસે આ ગંદુ પાણી ભરાઇ રહેતું હોઇ ધર્મપ્રેમી પ્રજામાં ભારે રોષ વ્યાપ્યો છે. ગામની ભાગોળે દૂધ મંડળી, ગ્રામ પંચાયત ઘર, બેંક જેવી સંસ્થાઓ આવેલી છે. આ રોડ પર ગંદુ પાણી વહેતુ હોઇ ચોમાસા જેવી સ્થિતિ સર્જાઇ છે. આ અંગે સરપંચ વિમળાબેનના પતિ મુકેશભાઇ પરમારનો સંપર્ક કરતા વાવાઝોડાના કારણે ગટરની કુંડીની પાળી તુટી જતા ગટર લાઇન બ્લોક થઇ ગઇ છે. હાલમાં ગટર લાઇનના સાફસફાઇની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે તલાટી કમ મંત્રી અલ્પેશભાઇ શાહે ગટરની સાફ- સફાઇ કરવાનું કામ આપી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...