તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વસોમાંથી રૂ. 1.13 લાખના મુદ્દામાલ 23 જુગારી ઝબ્બે, તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

વસો21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વસો પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં રેઈડ કરીને 23 જુગારિયાને ઝડપી લીધા છે. ગતરોજ પોલીસને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, ઈન્દીરા નગરમાં કાંતિભાઈ વણકરના ઘરમાં કેટલાંક ઈસમો જુગાર રમે છે. આ માહિતીના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જુગાર રમતા 8 ઈસમોને ઝડપી પાડ્યાં હતા. જ્યારે 2 ઈસમો સ્થળ પર હાજર નહોતા. જો કે,પોલીસે આ મામલે કુલ 10 આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. તેમજ 97,960 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અન્ય ઘટનામાં પોલીસે બાતમી આધારે લાલજીભાઈની ખડકી અને બામરોલીમાં ખોડીયારપુરા ખારાકુવા વિસ્તારમાં રેઈડ કરી હતી. જ્યાં જુગાર રમતા કુલ 8 ઈસમો ઝડપાયાં હતા. પોલીસે તમામ આરોપી પાસેથી 4,330 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત દંતાલી ગામમાં બાતમી આધારે રેઈડ કરીને પોલીસે ગ્રામપંચાત પાસેથી 5 જુગારિયાની અટકાયત કરી હતી અને તેમની પાસેથી 11,420 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ, માતર પોલીસે અલગ-અલગ જગ્યાએ રેઈડ કરીને કુલ 1,13,710 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ 23 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...