મુશ્કેલી:વસોના દાવડાના વિદ્યાર્થીઓ માટે બસ સુવિધા ન હોવાથી ભારે હાલાકી

વસોએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોંઘવારીમાં છાત્રોને ખાનગી વાહનોમાં વધુ ભાડું ચૂકવવું પડે છે

વસો તાલુકાના દાવડા ગામના શાળા કોલજોમાં જતાં વિદ્યાર્થીઓ માટે એસ.ટી.બસની સુવિધા ન હોવાથી ઘણી મુશ્કેલી પડે છે. એસ.ટી.તંત્ર દરારા નડિયાદથી દાવડા, દંતાલી, બામરોલી ગામોને એસ.ટી.બસ સુુવિધા પૂરી પાડે તેવી લાગણી વ્યાપી છે. વસો તાલુકાના દાવડા ગામના કમલેશભાઈ પરમારે જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી કોરોનાને કારણે શાળા કોલેજો બંધ હતી, હવે શાળા કોલેજો શરૂ થઇ છે ત્યારે મોટા ભાગે ગામડાની બસ સુવિધા અપૂરતા ટ્રાફિકના કારણે બંધ થઈ છે. ત્યારે હાલમાં શાળા કોલેજો શરૂ થઈ છે ત્યારે એસ.ટી.બસની સુવિધા ઉપલબ્ધ હોય વિદ્યાર્થીઓને શટલિયા વાહનોમાં મુસાફરી કરવી પડે છે.

એસ.ટી. બસમાં વિદ્યાર્થી પાસના કારણે અવર જવર કરવામાં સરળતા રહે છે. બીજી બાજુ રિક્ષા જેવા વાહનોમાં ભાડું વધારે ચૂકવવું પડે છે. જેથી વિદ્યાર્થીઓને કારમી મોંઘવારીમાં કફોડી સ્થિતિ સર્જાઈ છે. અગાઉ નડિયાદથી દાવડા, દંતાલી, બામરોલીની સંખ્યાબંધ વિટકોસ બસો દોડતી હતી. જેથી અવર જવર કરવામાં સરળતા રહેતી હતી. ત્યારે એસટી તંત્ર દવારા શાળા કોલેજોમાં જતાં વિદ્યાર્થીઓ માટે નડિયાદથી દાવડા દંતાલી, બામરોલી ગામોને આવરી લેતી બસની સુવિધા ઉપલબ્ધ કરે તેવી લાગણી વ્યાપી છે.

અન્ય સમાચારો પણ છે...