તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:હિન્દુ વસ્તી ધરાવતા વિસ્તારમાં વિવાદિત બાંધકામ અટકાવવા માંગ

વસો20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વસોના ગ્રામજનોએ દસ્તાવેજ રદ કરવા કલેકટરને આવેદન

નવા બનેલા વસો પંથકમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા થઈ રહેલા નવા બાંધકામોને લઈ વારંવાર હિન્દુ સમાજના લોકો આવેદનપત્ર આપી રહ્યા છે. વસોના અલીન્દ્રા ગામે થઈ રહેલા વિવાદિત બાંધકામ બાબતનો વિવાદ હજુ તો શાંત થયો નથી, ત્યાં વસોની ખાનગી જમીનમાં શરૂ થયેલ બાંધકામને લઈ નવો વિવાદ શરૂ થયો છે. જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપતા વસોના ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામના હિન્દુ પાસેથી સર્વે નં.1391 વાળી જમીન મુસ્લિમ વ્યક્તિએ ખરીદી છે, જે બાદ રાતોરાત અહીં શંકાશીલ બાંધકામ શરૂ કર્યું છે.

જ્યાથી ગામના લોકોની અવર જવર છે. અને આ વિસ્તારમાં 100 ટકા હિન્દુ વસ્તીની જમીન આવેલી છે. ત્યારે આ જમીન પર જે બાંધકામ થઈ રહ્યું છે તેનો હેતુ શું છે? બાંધકામની મંજુરી લેવાઈ છે કે કેમ? જો મંજુરી લેવાઈ છે તો તે કયા હેતુસર લેવાઈ છે? તેની તપાસ કરવા માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે વસો પંથકમાં મુસ્લિમ સમાજની અનેક મસ્જીદો, મદરેસા, સ્કૂલ, કબ્રસ્તાન અને અન્ય જગ્યાઓ આવેલ છે. ત્યારે હિન્દુ વસ્તી ધરાવતા વિસ્તારમાં વિવાદિત બાંધકામ શરૂ કરવું તે બાબતને ગંભીરતાથી લઇ આ વિવાદીત દસ્તાવેજને રદ કરવા અને આ કાર્ય અટકાવવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...