રજૂઆત:વસો-પલાણા રોડ પરની નહેરનું ગરનાળું પહોળું કરવા માંગણી

વસો4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષો જુનું ગરનાળુ સાંકડું હોઇ વાહનચાલકોને હાલાકી

વસોથી પલાણા થઇ છઠ્ઠા માઇલ નેશનલ હાઇવે નં. 8ને જોડતો રોડ આવેલ છે. આ રોડ ઉપર ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર આવેલ છે. વાહનોની અવર-જવરથી ધમધમતા રોડ ઉપર પલાણા નજીક નહેરનું ગરનાળું સાંકડું હોવાથી વાહન ચાલકોને ઘણી હાલાકી ભોગવવી પડે છે.

તાલુકાનું મુખઅય શહેર વસો ખાતે તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન તેમજ શાળા, કોલેજ આવેલી છે. જેથી વસો તાલુકા મથકને જોડતા રોડ ઉપર વાહનોની ભારે અવર-જવર રહે છે. ત્યારે વસોથી નેશનલ હાઇવે નં. 8ને જોડતો રોડ આવેલ હોઇ પલાણા થઇ છઠ્ઠા માઇલ હાઇવેને જોડતા રોડ ઉપર પલાણા નજીક નહેર ક્રોસ થાય છે. આ નહેરનું ગરનાળુ સાંકડું હોઇ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે.

સરકારી કચેરીઓમાં કામ અર્થે આવતા લોકોથી ધમધમતા રોડ ઉપર પલાણા નજીક નહેરનું ગરનાળું પહોળું કરવા પંથકના લોકોની માંગણી ઉઠવા પામી છે. ત્યારે સત્તાધીશઓ પલાણા રોડ પર નહેરનું ગરનાળું નવેસરથી પહોળું બનાવે તેવી લાગણી વ્યાપી છે.

અન્ય સમાચારો પણ છે...