તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:વસો તાલુકાના ના થલેડી- મિત્રાલનો ધૂળીયો માર્ગ ડામર રોડ બનાવવા માંગ

વસો3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઝાદીના 7 દાયકા બાદ ડામર રોડ ન બનતા ગ્રામજનોનો તંત્ર સામે ઉગ્ર આક્રોશ

વસો તાલુકાના થલેડીથી મિત્રાલનો ડામર રોડ બનાવવા ઘણા વર્ષોથી રજૂઆતો થઇ રહી છે. આમ છતાં સરકારી તંત્ર દ્વારા થલેડીથી મિત્રાલનો ડામર રોડ બનાવવા ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. જેથી ગ્રામજનોમાં તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યાપ્યો છે.વસો તાલુકાનું થલેડી ગામ ચાર હજાર ઉપરાંતની વસ્તી ધરાવે છે. ગ્રામજનો દ્વારા થલેડથી ડેમોલનો ડામર રોડ બનાવવાં આવ્યો પરંતુ થલેડીથી મિત્રાલનો 3 કિ.મી.નો ધૂળીયા રસ્તા પ્રત્યે તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે.

આ રોડ પરથી ટુ વ્હીલર લઇને પસાર મુશ્કેલ છે. ગ્રામજનોને કલોલી કે રામોલ થઇને 4 કિ.મી.નો ફોગટનો ફેરો ખાઇને અવર-જવર કરવી પડે છે. જેથી પ્રજાના નાણાં અને સમયનો વેડફાટ થાય છે.ગ્રામજનો દ્વારા અવાર-નવાર ધારાસભ્ય, સંસદ સભ્યને પણ રજૂઆત કરી છે. ચૂંટણી ટાણે રાજકીય નેતાઓ દ્વારા ડામર રોડ બનાવી આપવાના વચનો આપી રહે છે. જેથી સરકાર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી થલેડીથી મિત્રાલનો ડામર વહેલી તકે બનાવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...