બાકી કામ ક્યારે થશે?:ગ્રાન્ટના અભાવે 8 વર્ષથી પીપળાતા પંચાયતના મકાનનું બાંધકામ અધૂરૂ

વસો2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 13.90 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ, 10.44 લાખનું કામ થયું, બાકી કામ ક્યારે થશે?

નડિયાદ તાલુકાના પીપળાતા ગામે રાજીવ ગાંધી કોમ્યુનિટી સેન્ટર એટલે કે ગ્રામ પંચાયત નું કામ આઠ આઠ વર્ષ બાદ પણ અધૂરું છે. જેના કારણે વર્ષોથી ગ્રામ પંચાયતની કામગીરી જર્જરીત બની ગયેલ બાલમંદિરના મકાનમાં ચાલી રહી છે. સ્થાનિકો દ્વારા અવાર નવાર તાલુકા પંચાયત માં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ ગ્રાન્ટ નહી આવતી હોવાનું કારણ બતાવી પંચાયતની કામગીરી આગળ ધપતી નથી.

નડીઆદ તાલુકાના પીપળાતા ગામે વર્ષ ૨૦૧૩-૧૪માં ગ્રામપંચાયત નું મકાન જર્જરિત હાલતમાં હોઈ રૂ.૧૩.૯૦લાખના ખર્ચે રાજીવ ગાંધી કૉમ્યુનિટી સેન્ટર બનાવવાનું કામ મંજૂર થયું હતું.મનરેગા યોજના હેઠળ મકાન બનાવવા મુકામ શરૂ કર્યું હતું.જેમાં મકાનના ધાબા સુધીનું કામ પાછળ રૂ.૧૦.૪૪લાખનો ખર્ચ થયો હતો.ત્યાર બાદ મકાનનું પ્લાસ્ટર, બારી બારણાં તેમજ ભોઈ તળિયા નું કામ ખોરંભે પડયું છે.હાલમાં મકાન ઝાડી ઝાંખરા અને વેલાઓ થી ઢંકાઇ ગયું છે.રાજીવ ગાંધી કૉમ્યુનિટી સેન્ટર નું કામ આઠ આઠ વર્ષ થવા છતાં પૂરું ન થતાં ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફેલાયો છે.

સરકાર તરફથી ગ્રાન્ટ નહીં ફાળવાતા કામ અધૂરું
પીપળાતા ગામે રાજીવ ગાંધી કોમ્યુનિટી સેન્ટર બનાવવા માટે સરકારમાંથી વખતો વખત ગ્રાન્ટ આવતી હોય છે. જે ગ્રાન્ટ નહી આવતી હોઈ કામ ખોરંભે પડ્યું છે. નવી ગ્રાન્ટ માટે ઉચ્ચ કક્ષાએ માંગ કરાશે.- સંજયભાઈ પટેલ, મદદનીશ ટી.ડી.ઓ.

અન્ય સમાચારો પણ છે...