હાલાકી:ઠાસરામાં પાઇપ લાઈન તૂટી જતાં 4 ફળીયાના લોકો માટે પાણીના વલખાં

ઠાસરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 હજાર જેટલાં લોકોને પીવાના પાણી માટે પાલિકાએ ટેન્કરની વ્યવસ્થા કરી

ઠાસરામાં ભાથીજીના ફળિયામાં રસ્તાનું ધોવાણ થતાં રહીશો ભારે હાલાકી વેઠી રહ્યાં છે. અહીં 4 ફળિયામાં અવર-જવર કરવા માટે આ એક જ રસ્તો છે અને તે પણ કાચો છે. જે વરસાદના કારણે ધોવાઈ ગયો છે. પરીણામે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે.

આ રસ્તા પર માટી બેસી જવાના કારણે પીવાના પાણીની પાઈપ પણ તૂટી ગઈ છે. એટલે આ 4 ફળિયાના 200-250 ઘરોમાં રહેતા 1 હજાર જેટલાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યાં છે, ત્યારે ઠાસરા નગરપાલિકાએ આ સમસ્યાના કામ ચલાઉ નિવારણ માટે પાણીના ટેન્કરની વ્યવસ્થા કરી છે. પરંતુ આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

આ સમગ્ર ઘટના અંગે વાત કરતાં ઠાસરા નગરપાલિકા પ્રમુખ હેમેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વરસાદ બાદ અહીં રસ્તો બનાવવામાં આવશે. હાલ, સમસ્યાના ઉકેલ માટે ટેન્કર મોકલવામાં આવી રહી છે. સાથે જ કોન્ટ્રાક્ટરને પણ રસ્તા બનાવવા માટેનો આદેશ કરાયો છે. આમ, તંત્રની બેદરકારીના કારણે આજે રહીશો અગવડ વચ્ચે રહેવા મજબૂર થયા છે, ત્યારે વર્તમાન પરિસ્થિતિની બહાલી આપીને તંત્રએ આ સમસ્યાનું કામચલાઉ નિરાકરણ કરી સંતોષ માન્યો છે.

અન્ય સમાચારો પણ છે...