તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સભ્યની બાદબાકી:ઠાસરા પાલિકાના બે પૂર્વ પ્રમુખ અને સભ્યની બાદબાકી કરાઇ

ઠાસરા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ભાજપ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવાર યાદીમાં નગર પાલિકાના બે પૂર્વ પ્રમુખ અને સભ્ય કપાયા છે. જેમાં ભાવિન પટેલ ત્રણ ટર્મ માં ગયા અને એક ધૂળાભાઈ પરમાર ઉંમર બાધમાં કપાયા અને પૂર્વ પ્રમુખ ઇન્દિરાબેન પરમાર નો રિપીટમાં બાદ રખાયાની માહિતી છે. જ્યારે નવી ઉમેદવારોમાં પૂર્વ સંગઠન પ્રમુખ રોનક પટેલ તેમજ પૂર્વ યુવા મોરચા પ્રમુખ ધવલ પંડ્યા ,યુવા કાર્યકર હેમેન્દ્ર પટેલ સહિત યુવા અને નવા ચહેરા ભાજપે મેદાનમાં ઉતર્યા છે.

આ ઉપરાંત સહકારી ક્ષેત્રે થી ઠાસરા દૂધ મંડળી ના સેક્રેટરી ચંદુભાઈ પરમાર ને પણ ભાજપે મેન્ડેટ ફાળવ્યું છે. મહત્વનું છે કે વોર્ડ નંબર 3 માંથી રમણભાઈ વસાવા અને વોર્ડ નંબર 6 માંથી સંગીતાબેન પરમાર ને રિપીટ કરાયા છે.ગત ટર્મમાં ભાજપ 24 માંથી 11 બેઠકો ઉપર જીત મેળવી હતી અને 5 અપક્ષોના ટેકા થી ઠાસરા નગરપાલિકા માં ભાજપે સત્તા મેળવી હતી. ઠાસરા નગરપાલિકામાં આ વખતે ચૂંટણી ભાજપ વિરૂધ્ધ ભાજપની લડાઈના એંધાણ આપી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો