કામગીરી:ઠાસરાના વેપારીઓને પડતા પર પાટું પાલિકા દ્વારા તગડી ફીની વસુલાત

ઠાસરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિરોધ કરે તો ધંધા બંધ કરી દેવાની ધમકી : કોંગ્રેસની કલેક્ટરને રજુઆત

ઠાસરા પાલિકાના સત્તાધીશો અને ચીફ ઓફિસર દ્વારા વેપારીઓ સાથે ઉધ્ધત વર્તન કરી તેમની પાસેથી તગડી ફી વસુલાતાં હોવાની ફરિયાદો ઉઠી છે. આ બાબતે કોંગ્રેસ દ્વારા કલેક્ટર સમક્ષ રજુઆત કરી ન્યાયની માગણી કરવામાં આવી છે. કોરોના કાળમાં પહેલેથી જ વેપારીઓ માનસિક તાણમાં છે, ત્યાં પાલિકાની નીતિથી વેપાર કરવો મુશ્કેલ બની ગયો છે.

ઠાસરા નગરપાલિકા દ્વારા શોપ એક્ટ રજિસ્ટ્રેશન ફી મનઘડત રીતે ઉઘરવાઈ રહી છે. પાલિકા વિસ્તારમાં કોઈ વેપાર કરવો હોય તો અઢી હજાર જેવી તગડી ફી ચૂકવવી પડે છે. વળી કોઈ વ્યાપારી આ લાયસન્સ લેવામાં આનાકાની કરે કે કાયદેસરની પહોંચ માંગે તો તેને ઉદ્ધત વર્તન કરી દસ હજાર કે 50 હજાર જેવી માતબર રકમ માંગવામાં આવે છે. અન્યથા ધંધાના સ્થળે તાળું મારી દેવાની ધમકી પણ આપવામાં આવે છે. આ અંગે કોંગ્રેસના લીગલ સેલના પ્રમુખ એડવોકેટ જયેશ.જી.તલાટી દ્વારા કલેકટરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. વળી જોહુકમીથી વ્યાપારીઓ પાસેથી લીધેલી રકમ વ્યાપરીઓને પરત આપવા તેમજ સત્તાધીશો અને ચીફ ઓફિસર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની માગકરી છે.

આ રજુઆતમાં તેઓએ જણાવ્યું હતું કે, ઠાસરામાં મોટા ભાગના વેપારીઓને ત્યાં કોવીડ–19 જેવી ભયંકર ભયંકર મંદીના સમયમાં આ રીતે જો નગરપાલિકા દ્વારા નાણાં ઉઘરાવવામાં આવે તો તે ખંડણીખોર નીતિ ગણાશે. આ ઉપરાંત કલેકટરને ફરિયાદ સાથે તેઓ દ્વારા પાલિકા દ્વારા વ્યાપરીઓને આપવામાં આવેલી નોટીસ અને ઠાસરા પાલિકાએ આવો કોઈ ઠરાવ કર્યો હોય તો તે રદ કરી જે વેપારીઓ પાસેથી લીધેલા રૂા.2500/- પરત આપવા માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...