તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રની આંખ ક્યારે ખુલશે:મહિ કેનાલનો જર્જરીત પુલ મોટો અકસ્માત સર્જશે

ઠાસરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાલસર પાસે મહિ કેનાલનો જર્જરીત પુલ કયારેક મોટો અકસ્માત સર્જશે. - Divya Bhaskar
કાલસર પાસે મહિ કેનાલનો જર્જરીત પુલ કયારેક મોટો અકસ્માત સર્જશે.
  • કાલસર પાસેનો પુલ 1 વર્ષથી બંધ

ઠાસરા તાલુકાથી પસાર થતી મહી કેનાલ પાસેના આમતો દરેક રસ્તા ખરાબ છે પણ પુલની હાલત પણ અત્યંત ખરાબ છે. કાલસર પાસેથી પસાર થતી મહી કેનાલનો પુલ જર્જરિત થતા છેલ્લા 1 વર્ષથી બંધ કરવામાં આવ્યો છે. જેને લઈ આજુબાજુના ગ્રામજનોને ગોળ ફરીને જવું પડે છે.

મહત્વની વાત એ છેકે ગોળ ફરીને જવાના રસ્તા પર પણ એક આવોજ પુલ આવે છે. આ પુલતો જે બંધ કરેલો પુલ છે તેના કરતાં પણ વધારે જર્જરિત છે. આ જર્જરિત પુલ પરથી વાહન ચાલકો પસાર થાય તે લોકોને નથી ખબર કે તે મોતના પુલ પરથી પસાર થાય છે. હવે જોવું એ રહ્યું કે આ તંત્રની આંખ ક્યારે ખુલે અને આ પુલનું સમારકામ થાય.

માહી કેનાલના પુલ ઉપરથી અવરજવર કરવા માટે હજારો લોકોને મુશ્કેલી પડી રહી છે. તેનું ધ્યાન દોરાય તે જરૂરો છે કેમ કે છેલ્લા 1વર્ષથી આ માહી કેનાલનો પુલ જર્જરિત હાલત માં છે સમાન્ય લોકો જે આજુબાજુના ગામના ઠાસરા અવર જવર કરતા હોય તેમને હાલાકી પડી રહી છે તેમજ કાલસરના હજારો લોકો જીવના જોખમે બીજા અત્યંત જર્જરિત પુલ ઉપરથી અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. મહિ કેનાલ બંને કાંઠે વહી રહી છે. તો આવામાં કોઈ મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ ?

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો