કાર્યવાહી:ગુમડિયામાં બાળક ત્યજી દેનારની સારવાર બાદ ધરપકડ કરાશે

ઠાસરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઠાસરાના ગુમડિયા ગામે બે દિવસ પહેલા વાડમાંથી નવજાત શિશુ મળી આવ્યું હતું. જેની જાણ થતાં ઠાસરા પોલીસે ગણતરીના કલાકોમાં નિર્દય માની અટકાયત કરી હતી. આ સમગ્ર મામલે વાત કરતાં PSI કે.આર.દરજીએ જણાવ્યું હતું કે, હાલ બાળકની મા શિતલબેન મહીડાને સારવાર માટે અમદાવાદ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી છે. જ્યાંથી પરત લાવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, પૂછપરછ દરમિયાન શિતલે પોતાના નવજાત શિશુને સ્વીકારવાની ના પાડી દીધી હતી. એટલે આ નવજાત બાળકને CWCને સોંપી દેવાયું છે. આમ, એક જનેતાએ પોતાની કૂખના જણ્યાને તરછોડી દેતાં બાળકનું જીવનમાં હોવા છતાં અંધકારમાં ધકેલાયું છે. શિતલ મહીડાએ પોલીસ તપાસમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી તે પતિના કંકાસથી કંટાળીને પિયર ગુમડિયામાં રહેતી હતી. આ દરમિયાન તેને એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને આ આડા સંબંધના કારણે તે ગર્ભવતી બની હતી. જેને છુપાવવા માટે તેને સોમવારે પોતાના કૂખે જન્મેલા બાળકને ત્યજી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...