મારામારી:દાનીયા મુવાડીમાં પાણી ભરાઈ રહેવા અંગે મારામારી

ઠાસરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાનીયા મુવાડીમાં ઘર સામે વપરાશનું પાણી ભરાવા બાબતે અદાવત રાખી મારમારી કરતાં ઈસસો સામે ઠાસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. નરવતભાઈ પરમારે ફરિયાદમાં જણાવ્યું છે કે, ઘરથાળની ખુલ્લી જગ્યામાં આવવા જવાના રસ્તા પર સામે રહેતા વનરાજભાઈ પરમાર ઘરનું પાણી રસ્તા પર કાઢતા હતા. જેને લઈને તેમના મોટાભાઈ કરણે તેઓને ઠપકો આપ્યો હતો.

આ વાતની અદાવત રાખીને વનરાજ ગઈકાલે તેમના ભાઈ કરણ અને અને ભત્રીજા જયરામકુમારને ગાળો બોલતા હતા, ત્યારે ના પાડતાં તેઓ ઉશ્કેરાઈ જઇ જયરામને સળિયો માર્યો હતો. આ દરમિયાન વનરાજભાઈનું ઉપરાણું લઈને મહેન્દ્રભાઈ, શંકરભાઈ ઝઘડામાં કૂદી પડી બધાએ ભેગા થઈને તેમના ભાઈ અને ભત્રીજાને માર માર્યો હતો. જે બાદ તેમને સારવાર હેઠળ ખસેડાયા હતા. મામલો ઠાસરા પોલીસ મથકે પહોંચતા પોલીસે આ મામલે ઉપરોક્ત તમામ વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...