તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ઠાસરામાં સહિયારી જમીનના મામલે સગાભાઈ વચ્ચે મારામારી

ઠાસરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી

ઠાસરામાં જમીનને લઈ બે સગા ભાઈ વચ્ચે મારા-મારી થતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ મામલે થસરા ગામમાં રહેતા બાવજીભાઈએ રોહિતે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના મૂળ વતન પીપલવાડા ગામે આવેલી જમીનમાં પોણું વીઘુ તેમના મોટાભાઈ બાબુભાઈ રોહીત પાસે છે અને પા વીઘુ જમીનમાં તેઓ ખેતી કરે છે. આ પા વીઘુ જમીન પણ લઈ લેવા માટે મોટાભાઈ બાબુબાઈ રોહીત તેમની પર દબાણ કરતા હતા. તા. 29 જૂન-21ના રોજ બાવજીભાઈ સાંજના સમયે ઠાસરા નજીક આવેલા આશાપુરા મંદિર જતાં હતા.

ત્યારે આરોપી બાબુભાઈ તેમની પાછળ-પાછળ જઈને તેમને સંભળાઈ એ રીતે મોટા અવાજે ગાળો બોલતો હતો. બાદમાં તે ઘરે જવા માટે પરત ફર્યા ત્યારે ગંદી ગાળો બોલીને તેમની સાથે ઝપાઝપી કરી હતી. જેનું ઉપરાણું લઈ તેના દીકરા અશ્વીન અને તેની પત્નિ કાશીબેને પણ ગાળો બોલી બાવજીભાઈને ઘરમાં ઘુસીને માર માર્યો હતો.

એટલું નહીં, સાંજે ભત્રીજી મીનાએ તેમના ઘરે આવીને ગંદી ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં સમાજના આગેવાનોએ સમાધાન કરાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેનું નિવારણ આવ્યું નથી. એટલે બાવજીભાઈએ ઠાસરા પોલીસ સ્ટેશનમાં મોટાભાઈના પરિવાર વિરુદ્ધ મારામારી મામલે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...