આક્રોશ:ધુણાદરામાં પાણીના પ્રશ્ને ચૂંટણી બહિષ્કારની ચીમકી

ઠાસરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણીની સમસ્યાનો સામનો કરી રહેલ મહિલાઓ પાણી બતાવશે

ધુણાદરા ગામે પીવાના પાણીની સમસ્યાને લઇ મહિલાઓ માં આક્રોશ જોવા મળ્યો છે. ગામના જુદા જુદા વિસ્તારની મહિલાઓ એ વારંવાર પંચાયતમાં પાણી માટે રજૂઆત કરી હોવા છતાં પાણીની સમસ્યા હલ નહી થતા હવે મહિલાઓ ચૂંટણીમાં પાણી બતાવીશું તેમ જણાવી રહી છે. ખેડા જિલ્લા ઠાસરા તાલુકાના ધુણાદરા ગામે પીવાના પાણી ની સમસ્યા કારણે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો ના ઉમેદવારો વિરૂધ્ધ પટેલ ફળિયા, ઘઢીયા વગા અને ચૌહાણ ફળિયા વિસ્તારો માં આક્રોશ જોવા મળી રહ્યો છે ઠેરઠેર અનેક વિસ્તારોની મહિલાઓ દ્વારા પીવાની પાણીની સમસ્યાને લઈ આક્રોશ રજુ કર્યોં હતો.

સરપંચ અને સભ્યો પાંચ પાંચ વર્ષ થી સત્તા માં રહી માત્ર ખોટા ખર્ચા અને ખોટા બીલો પાસ કરી લહેર માણતા હોવાનો આક્ષેપ મહિલાઓએ કર્યો હતો. ચૂંટણી ઓ આવે ત્યારે મોટા અને ખોટા વાયદા અને સપના બતાવી પોતાના પેટ ભરતા સેવકો ગલી ગલી અને ઘર ઘર ફરી રહ્યા છે. ધુણાદરા ગામની ભોળી જનતાને લોભામણી વાતો કરી વોટ લઈ તાગડધીન્ના કરતા સરપંચ અને સભ્યો ના ઉમેદવારો ને જાકારો આપવા ધુણાદરા ગામની મહિલાઓ મક્કમ મને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...