તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:નડિયાદ પાલિકામાં ટેક્ષ એન્ટ્રીમાં છેડછાડ કરી 25 લાખનું કૌભાંડ કરનાર 3 સકંજામાં

ઠાસરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેક્ષ વિભાગના 3 કર્મીઓએ કોમ્પ્યુટરમાં ડેટા સાથે ચેડાં કરીને નાણાં ગપચાવ્યા હતા

નડિયાદ નગર પાલિકામાં ચકચારી ટેક્સ ચોરી કાંડના 7 મહિનાથી ઘૂમ આરોપીઓ આજે આખરે પોલીસના સકંજામાં આવી ગયા છે. પાલિકામાં રૂ.25 લાખની ટેક્ષની એન્ટ્રી સાથે ચેડા કરી પાલિકાને આર્થિક નુકસાન કરવા બાબતનો આરોપ આરોપીઓ પર લાગેલા છે. ત્યારે આરોપીઓની ધરપકડ બાદ સમગ્ર તપાસ કઈ દિશામાં જાય છે તે જોવું રહ્યું.

નડિયાદ પાલિકામાં વર્ષ 2017-18, 2018-19, અને 2019-20 દરમિયાન ટેક્સ વસૂલાતની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન તા.28 નવેમ્બર 2020 ના રોજ પાલિકાને મળતા ટેક્ષમાં પાચ, સાત કિસ્સાઓમાં ભુલો હોવાનું ઇન્ચાર્જ ટેક્સ સુપ્રિટેન્ડન્ટના ધ્યાન પર આવ્યું હતું. જેથી તેઓએ પ્રમુખ અને ચીફ ઓફિસર સમગ્ર મામલે ધ્યાન દોર્યું હતું. અહીથી સમગ્ર મામલે તપાસનો સિલસિલો શરૂ થયો હતો. જેના ભાગરૂપે પાલિકામા ટેક્સની રકમ જે વસુલાત થવી જોઇએ તે ભરપાઈ ન થતી હોવાનું બહાર આવ્યું હતું.

ટેક્ષના નાણાની કોઇ કર્મચારીએ પોતાના ઉપયોગ માટે ખોટી એન્ટ્રી કરી મેળવી લીધા હોવાનું જણાતા આ બાબતે સત્તાધીશો દ્વારા મહેસાણાની બ્લુ-મેક્સ કંપનીને જાણ કરી ટેક્ષની એન્ટ્રી માટે વપરાતા સોફ્ટવેર ના ડેટા મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતા. જે ડેટાની તપાસ કરતા રૂ.25 લાખ કરતા પણ વધારે રકમના ગોટાળા થયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. સમગ્ર બાબતે જે તે સમયે ઓફિસ કર્મચારીઓ તથા સદસ્યોની પુછપરછ કરતા 1. કાસમભાઇ મૌલવી, 2.અનીલભાઇ ઠાકોર અને 3. સુનીતાબેન મિસ્ત્રીએ ચીફ ઓફિસર સમક્ષ તેઓએ નાણાં ભરપાઈ કરવા અંગેની કબુલાત કરી હતી. જે બાદ પાલિકા સાથે વિશ્વાસઘાત અને રકમની છેતરપિંડી કરવા બાબતે 3 આરોપીઓ સામે પોલીસમાં ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...