ધરપકડ:ઠાસરાના આગરવા ગામે 1.86 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ઠાસરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આરોપી અંધારાનો લાભ લઈ ખેતરાળ રસ્તે ફરાર

ઠાસરા તાલુકાના આગરવા પાસેથી ઈકો કારમાંથી પોલીસે દારૂનો જથ્થો ઝડપ્યો છે. જો કે, દારૂનો વેપલો કરતો ઈસમ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ ડાકોર પોલીસના જવાનો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા ત્યારે ડુંગની મુવાડી તરફના રોડ પર ઈકો ગાડી રોડની બાજુમાં ઊભી હતી અને તેની બાજુમાં એક વ્યક્તિ ઊભો હતો.

પોલીસને જોઈ ઈસમ અંધારાનો લાભ લઈ ખેતરાળ રસ્તે ફરાર થઈ ગયો હતો. જો કે, દારૂના વેપલામાં સંડોવાયેલા આ ઈસમની ઓળ‌ખ પોલીસને થઈ ગઈ હતી. ઠાસરાના કોતરીયા ગામનો ધર્મેન્દ્ર અશોક રાઠોડ હોવાનું માલુમ પડ્યુ હતુ. પોલીસ દ્વારા ઈક્કોની તપાસ કરાતા તેમાંથી ભારતીય બનાવટનો વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને ઈકો કાર સહિત કુલ 3.86 લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...