તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાય રે કળિયુગ:પિતા અને ભાઇ ઉપર નાના પુત્રનો હુમલો, ધમકી આપ્યાની નાના પુત્ર સામે ફરિયાદ

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિરપુર તાલુકાના જોધપુર ગામે નજીવી બાબતે નાના પુત્રએ ઉશ્કેરાઇ જઇ પિતા અને મોટાભાઇ ઉપર લાકડી વડે હુમલો કરી મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. વિરપુરના જોધપુર ગામે રહેતાં જુગાભાઇ કાનાભાઇ પરમાર (ઉવ.60)એ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત 30/11મીના રોજ તેમના ઘરે દીકરી અને જમાઇ મહેમાનગતિએ આવ્યા હોઇ તેઓએ રસોઇના સામાન લાવવા માટે નાનાપુત્ર અરવિંદને પૈસા આપી પોતે ખેતરે ગયા હતા. દરમિયાનમાં રસોઇનો સામાન મોડા લાવવા બાબતે મોટાપુત્ર વિક્રમે ઠપકો આપતાં નાનાપુત્ર અરવિંદે ઉશ્કેરાઇ જઇ લાકડી વડે માર મારતાં પિતા જુગાભાઇએ કેમ મોટાભાઇને માર માર્યો તેમ કહેતાં અરવિંદે પિતા જુગાભાઇ અને મોટાભાઇ વિક્રમને લાકડી વડે હુમલ કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી પલાયન થઇ ગયો હતો. આ અંગે વિરપુર પોલીસે ફરાર અરવિંદ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો