તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બાલાસિનોરમાં વાહન અકસ્માતમાં યુવકનું મોત

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધાયો

બાલાસિનોરમાં રહેતાં યુવાનને અમદાવાદ-ઇન્દોર હાઇ વે પર અજાણ્યા વાહનચાલકે હડફેટે લઇ માથામાં જીવલેણ ઇજા પહોંચાડી મોત નીપજાવી વાહન લઇ ફરાર થઇ ગયાની ફરિયાદ સેવાલિયા પોલીસ સ્ટેશનમાં મૃતકના ભાઇએ નોંધાવી છે.બાલાસિનોરમાં મહાત્મા ગાંધી કોલોનીમાં રહેતાં પૃથ્વીકુમાર સુભાષભાઇ (ઉવ.21) બાઇક લઇને ગત તા.13મીના રાત્રિના સુમારે સેવાલિયા રહેતાં કાકાના દીકરા રવિન્દ્રકુમાર યોગેશભાઇ પરમારને લેવા માટે નીકળ્યાં હતા.

દરમિયાનમાં અમદાવાદ-ઇન્દોર હાઇ વે પરના થર્મલ જય જલારામ સ્કૂલના બ્રિજ પર અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી પછાડી દઇ માથાના ભાગે લોહિયાળ ઇજા પહોંચાડી પૃથ્વીકુમારનું સ્થળ પર જ મોત નીપજાવી પોતાનું વાહન લઇને અજાણ્યો શખસ પલાયન થઇ ગયો હતો. આ અંગે મૃતકના ભાઇ વિકીભાઇ સુભાષભાઇએ સેવાલિયા પોલીસમથકમાં નાસી છૂટેલાં અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો