ફરિયાદ:તારે અહીં ગાડી મૂકવાની નહી તેમ કહીં ઝઘડો કર્યો, માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડાના કલોલીમાં વણકરવાસની ઘટના

ખેડાના કલોલી વણકરવાસમાં રહેતા કુબેરભાઇ મકવાણાના દિકરો પંકજભાઇ તા.3 મે ના રોજ ગાડી લઇ નોકરી પરથી આવ્યા હતા. તે સમયે તેઓએ ઘરની સામે આવેલ પ્લોટમાં ઈકો ગાડી મુકવા ગયા હતા. તે સમયે મનુભાઈએ કુબેરભાઈના દિકરા પંકજને કહેલ કે તુ અહીંયા ગાડી મૂકીશ તેમ કહી ગાળો બોલવા લાગ્યા હતા. જેથી પંકજભાઇએ ગાળો બોલવાની ના પાડતા તેનું ઉપરાણું લઇ પરસોતમભાઇ, મનુભાઇ, કૌટીલભાઇ ગાળો બોલી પંકજભાઈ અને તેમની પત્ની ધુળીબેનને ગડદાપાટુનો મારમાર્યો હતો.

જેથી બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવી વધુ મારમાંથી છોડાવ્યા હતા. એટલાથી ન અટકતા કહેલ કે અહીંયા ગાડી મૂકશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે કુબેરભાઇ ખાનાભાઇ મકવાણાએ ખેડા પોલીસ મથકે મનુભાઇ સોમાભાઇ મકવાણા, પરસોતમભાઇ સોમાભાઈ મકવાણા અને કૌટીલભાઇ પ્રવીણભાઇ મકવાણા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે ખેડા પોલીસે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...