• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • After Ten Years Of Marriage In Kapadvanj, He Demanded A Dowry Of Five Lakh Rupees, Fired His Wife, Went To The Pier And Beat Her Up

પતિનું પરાક્રમ:કપડવંજમાં લગ્ન જીવનના દસ વર્ષ બાદ પાંચ લાખ રૂપિયાના દહેજની માંગણી કરી પત્નીને કાઢી મૂકી, છુટ્ટા છેડા ન આપતાં પિયરમાં જઇ માર માર્યો

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્નીએ દહેજ ન આપતા બીજા લગ્ન કરી લીધા બાદ જબરજસ્તી છૂટાછેડા પર સહી કરાવવા આવી ચડ્યો
  • પત્ની અને દીકરીને માર મારતાં પોલીસ ફરિયાદ નોંધાઇ

કપડવંજ તાલુકાના તૈયબપુરાની યુવતીને આણંદ જિલ્લાના તારાપુર ખાતે રહેતા પતિએ લગ્નના દસ વર્ષ બાદ રૂપિયા પાંચ લાખના દહેજની માંગણી કરી આ માંગણી ન સંતોષાતા તેને માર મારી કાઢી મૂક્યા બાદ અન્ય મહિલા સાથે ફુલહાર કરી લગ્ન કરી લીધા હતા અને કપડવંજમાં આવી જબરજસ્તીથી છૂટાછેડાના કાગળ પર સહી કરવાનો પ્રયત્ન કરતા આ મામલો કપડવંજ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પોલીસે પતિ સાસુ સસરા બે દિયર તેમજ એક મહિલા સામે ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ દીધી છે.

કપડવંજ તાલુકાના તૈયબપુરા ગામમાં રહેતી મહિલાના લગ્ન 25 મે 2010ના રોજ તારાપુરમાં રહેતા જીગ્નેશભાઈ મારવાડી સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ કરવામાં આવ્યા હતા. જીગ્નેશ શાકભાજીના વેપારી છે લગ્ન બાદ સાસરે આવેલી પરીણિતાનું શરૂઆતનું જીવન ખૂબ જ શારૂ હતું લગ્ન ફળરૂપે એક વર્ષ બાદ પરીણિતા કુખે એક પુત્રી જન્મી હતી. લગ્નના દસ વર્ષ બાદ જીગ્નેશે પરીણિતાપાસે શાકભાજીના હોલસેલ વેપાર માટે રૂપિયા પાંચ લાખની જરૂર હોય તારા પિતા પાસેથી લઈ આવ તેન જણાવ્યું હતું.

જોકે, પરીણિતાને ખબર હતી કે પોતાના પિતાની આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી, તે પાંચ લાખ ક્યાંથી લાવે? લગ્ન વખતે યથાશક્તિ મુજબ પરીણિતાના પિતાએ કરિયાવર કર્યું હતું. એટલે પરીણિતાએ પોતાના પતિને જણાવ્યું હતું કે, મારા પિતા પાસે આટલી રકમ નથી પત્નીની વાત સાંભળી જીગ્નેશ ગુસ્સે થયો હતો તેણે પોતાના માતા-પિતા અને બે ભાઇઓની મદદથી પરીણિતાને ત્રાસ આપવાનો શરું કર્યું હતું અને પૈસા નથી તો તને પણ રાખવી નથી એવું કહેતા હતા આખરે જીગ્નેશ અને ઘરના સભ્યોએ પરીણિતા અને તેની પુત્રીને માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી.

જેથી પરીણિતા પોતાના પિયર તૈયબપુરામાં આવીને રહેતી હતી બીજી બાજુ જીગ્નેશે આણંદમાં રહેતી બીજી એક મહિલા સાથે ફુલ હાર કરી લગ્ન કરી લીધા હતા. જીગ્નેશ અને તેના ઘરના સભ્યો કપડવંજ તાલુકાના તૈયબપુરામાં આવી પહોંચી પરીણિતાને છૂટાછેડાના કાગળ પર જબરજસ્તી સહી કરવા દબાણ કર્યું હતું. જોકે, પરીણિતા તેમજ તેના ઘરના સભ્યો કોઈ હિસાબે છુટાછેડાના કાગળો પર સહી કરે તેવું ન જણાંતા જીગ્નેશ અને તેના પરિવારના સભ્યોએ પરીણિતા અને તેની પુત્રીને માર માર્યો હતો.

આ બનાવ અંગે પરીણિતાએ કપડવંજ ટાઉન પોલીસમાં ફરિયાદ આપતા કપડવંજ ટાઉન પોલીસે જીગ્નેશ મોહનભાઈ મારવાડી ( પતિ )મોહન થીગાજી મારવાડી (સસરા ) શારદાબેન મારવાડી (સાસુ) જયેશ મગનભાઈ મારવાડી ( દિયર) દિલીપ મારવાડી (દિયર ) સીતા લાલજીભાઈ મારવાડી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...