તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરુણાંતિકા:નડિયાદમાં 78 વર્ષના પુત્રનું કોરોનાના કારણે નિધન થયાની મિનિટોમાં જ 100 વર્ષીય માતાએ પણ દુનિયાને અલવિદા કરી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક જ દિવસમાં માતાપુત્રના નિધન થતા બારોટ પરિવાર પર આભ ફાટી પડ્યું

કોરોનાના કાળા કહેરે અનેક જિંદગીઓ છીનવી લીધી છે. અનેક લોકોના સહારો છીનવી લીધો છે. આ કહેરમાં કોઈનો જુવાન જોધ દીકરો ગયો તો કોઈની દીકરી તો વળી કોઈએ પોતાના મા બાપને ગુમાવ્યા છે. નડિયાદમાં 78 વર્ષીય પુત્રનું કોરોનામાં મૃત્યુની ગણતરીની મિનિટોમાં જ 100 વર્ષની માતાએ જીવ છોડ્યો છે. જોકે તેમને કોરોના નહોતો પરંતુ અસ્વસ્થ હોવાથી તેમનું નિધન થયું છે. પણ કુદરતની આ તે કેવી લીલા જન્મ આપનાર માતા અને પુત્રનું એક જ દિવસે મોટી ઉંમરે અવસાન થતાં પુરા પરિવાર પર વિટંબણાનો પહાડ તૂટી પડયો છે.

નડિયાદમાં નવારાવપુરા વિસ્તારમાં રહેતા અને નડીયાદ નગરપિલિકામાં એકાઉન્ટન તરીકે ફરજ બજાવી નિવૃત થયેલ 76 વર્ષિય નીમિષભાઈ ધનશયામભાઈ બારોટને કોરોનાનો ચેપ લાગ્યા હતો. જે બાદ તેઓને શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો આ તરફ તેમના પરિવારજનો પણ ચિંતિત બન્યા હતા. છેલ્લે નીમિષભાઈએ જીવવાની આશા છોડી દીધી અને કોરોના સામેની જંગ હારી જતાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેઓ નગરપાલિકામાં કર્મચારી યુનીયનના નેતા તરીકે પણ સેવા આપી હતી.

તો બીજી તરફ તેમની 100 વર્ષિય માતા શાંતાબેન પણ અસ્વસ્થ હતા અને તેમણે એપેડિક્ક્ષનું ઓપરેશન કરાવ્યું હતું. પુત્રના મૃત્યુના થોડા જ સમય બાદ શાંતાબેનનું પણ નિધન થયું હતું. મોટી ઉંમરે માતા અને પુત્ર એ થોડા થોડા સમયના અંતરે અંતિમ શ્વાસ છોડી ચિર નિંદ્રામાં પોઢાઈ જતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...