લોકડાઉન 5:ચરોતરમાં યાત્રાધામ ડાકોર, વડતાલ સહિતના મંદિરો 8 જૂનથી ખુલશે, હોટલ,રેસ્ટોરન્ટ પણ ખુલશે

નડિયાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રિ કર્ફ્યૂ રાતના 9 થી સવારના 5 સુધી રહેશે

કોરોના સંક્રમણ વાઇરસના પગલે 25 માર્ચથી ચરોતર પંથકના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર,વડતાલ અને નડીઆદ સંતરામ મંદિર છેલ્લા 66 દિવસ સુધી તમામ કાર્યક્રમો અને પ્રજા માટે દર્શન પ્રતિબંદ ફરમાવતા બંધ રહ્યાં હતા. અનલોક-1માં કેન્દ્ર સરકાર દ્વારા 8મી જૂનથી મંદિરો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.જેમાં મંદિરોમાં સોશિયલ ડિસ્ટન્ટ સાથે સેનેટાઇઝ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે.

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિર, સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ ગણાતા શ્રી વડતાલ સ્વામિનારાયણ મંદિર તથા નડિયાદના શ્રી સંતરામ મંદિર અને શ્રી માઇ મંદિરમાં પણ સરકારની ગાઇડલાઇન મુજબ દર્શનાર્થીઓ માટેની વ્યવસ્થા કરવામાં આવશે.જેથી શ્રધ્ધાળુઓમાં આનંદ વ્યાપ્યો છે. અનલોક-1માં 8મી જૂનથી હોટલ,રેસ્ટોરન્ટ, ખોલી શકાશે.તેમજ કન્ટેઇમેન્ટ ઝોનમાં 30 જૂન સુધી કોઇ લોકડાઉન જીવનજરૂરીયાત વસ્તુઓ સિવાય અન્ય કોઇ ધંધાને છુટ આપવામાં આવી નથી.તેમજ શોપીંગ મોલ ખુલશે.જયારે વિદેશ યાત્રા,સિનેમા હોલ,ઓડિરીયમ હોલ વગેરે બંધ રહેશે.જયારે રાત્રિ ના 9 વાગ્યા થી સવારના 5 વાગ્યા સુધી કફર્યું રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલી ગાઈડ લાઈન મુજબ લોકડાઉન અનલોક 1માં છુટછાટ મળી છે. જો કે રાજ્ય  સરકારમાં અને સ્થાનિક સ્તરે ફેરફાર આવવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...