તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિમોચન:નડીઆદના યુવા લેખક અક્ષય વાણિયાની પુસ્તક 'ચેકમેટ'નું ઓનલાઇન વિમોચન કરાયું

નડિયાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • યુવા લેખક અક્ષય વાણિયાએ 'પતિ મારો પાગલ' જેવું ઉમદા નાટક પણ લખ્યુ હતું

નડીઆદ ખાતે આવેલી સંસ્થા વિઝન આર્ટ ગ્રુપના સભ્ય તથા વિઝન આર્ટ ગ્રુપ માટે 'પતિ મારો પાગલ' જેવું ઉમદા નાટક લખનાર પ્રતિભાશાળી યુવા લેખક અક્ષય વાણિયા લિખિત પ્રથમ પુસ્તક 'ચેકમેટ' શોપિજોન દ્વારા પ્રકાશિત પામી છે. આ પુસ્તકમાં માનવસમજની બહાર બનતી એક પછી એક ઘટનાઓ, રહસ્યમય વ્યક્તિ અને સાહસી પોલિસ ઇન્સ્પેક્ટરની આસપાસ આકાર લેતી સસ્પેન્સ થ્રિલર છે.

આ બાબતે વિઝન આર્ટ ગ્રુપના સભ્યો તથા પ્રમુખ મયુર ચૌહાણ દ્વારા અક્ષય વાણિયા ને ઓનલાઇન મીટિંગ યોજી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને આ મીટિંગ દરમિયાન આ જ રીતે નવા ઊગતા કલાકારોને પ્રમોટ કરવા તથા જરૂરી પ્લૅટફૉર્મ પૂરું પાડવા મયુર ચૌહાણએ સૌ સભ્યો ને હાકલ કરી હતી.

અક્ષય વાણિયા પોતે મેડિકલ ફીલ્ડમાં કાર્યરત હોવાથી તેઓ અત્યારે કોરોના-વોરીયર તરીકે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે તેના માટે વિઝન આર્ટ ગ્રુપના સર્વ સભ્યો એ તેમના તથા આ કોરોનાકાળ સામે લડનારા દરેક યોદ્ધા માટે પ્રાથના કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો