તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોપીરાઈટ ગુનો:નડિયાદમાં બી માર્ટ-સ્કવેર પાદુકા માર્ટમાંથી 4.68 લાખના નકલી બુટ-ચપ્પલ ઝડપાયાં

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
કોલેજ રોડ પરનો ફુટવેર શો રૂમ - Divya Bhaskar
કોલેજ રોડ પરનો ફુટવેર શો રૂમ
 • પુમા કંપનીના 376 નંગ ડુપ્લીકેટ બુટ-ચંપલ મળ્યા
 • પોલીસે બે શો-રૂમના માલિકો સામે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી

નડિયાદ શહેરના સંતરામ રોડ પર આવેલી મેસર્સ સ્કવેર પાદુકા માર્ટ અને કોલેજ રોડ પર, રૂદ્ર એવન્યૂ, પહેલા માળની મેસર્સ બી-માર્ટ નામની એક જ માલીકની બે દુકાનમાં ગાંધીનગર CID ક્રાઇમના ઇન્સ્પેક્ટર સહિતના સ્ટાફે અને દિલ્લી ખાતેની મેસર્સ આર.એન.એ.કંપનીના એ.આર.તરીકે ફરજ બજાવતાં કૃષ્ણપાલસીંગ શ્રીરઘુનાથસીંગ રાજપૂત (ઉવ.29) રહે. ડી/54, ડી/બ્લોક, રાજાપુરી, દિલ્હી) સહિતનાએ ચેકિંગ હાથ ધરતાં બન્ને દુકાનોમાંથી રૂ.4,68,000ની કિંમતના મેસર્સ પુમા કંપનીના ડુપ્લીકેટ બુટ-ચપ્પલ નંગ-376નો જથ્થો મળી આવતાં પોલીસે તેને કબજે લીધો હતો.

આ અંગે નડિયાદ શહેર પોલીસ સ્ટેશનમાં કૃષ્ણપાલસીંગ શ્રીરઘુનાથસીંગ રાજપૂતે બન્ને દુકાનમાં કામ કરતાં રમેશભાઇ લાલચંદ હેમનાની (ઉવ.43) રહે.4/92, ગુજ.હાઉસીંગ બોર્ડ, જવાહરનગર, નડિયાદ) અને નરેન્દ્રભાઇ ઇશ્વરદાસ મગનાની (ઉવ.58) રહે.બી/18, પુજન બંગ્લોઝ, મંજીપુરા રોડ, નડિયાદ) મળી બે શખસ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને દુકાનદાર સામે કોપીરાઇટ એક્ટ ભંગ સહિતની જુદીજુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

ડુપ્લીકેટ બુટ-ચંપલનું વેચાણ કરી ગ્રાહકો પાસેથી વધુ રકમ લેતા
નડિયાદના કોલેજ રોડ પર કોંકરણ હનુમાનજી મંદિરની સામે આવેલ બી માર્ટ અને શહેરના સંતરામ રોડ પર સેન્ટર સેક્વર કોમ્પલેક્ષમાં આવેલ પાદુકા નામના ફુટવેર શો -રૂમમાંથી બ્રાન્ડેડ કંપનીનો ડુપ્લીકેટ માલ પકડાયો છે. આ બન્ને શો રૂમમાં પુમા કંપનીના માર્કા વાળા ડુપ્લીકેટ બુટ-ચંપલનું વેચાણ કરી ગ્રાહકો પાસેથી મો માગ્યા દામ લેતા બન્ને શો-રૂમના માલિકો સામે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સંતરામ રોડ પરનો ફુટવેર શો રૂમ
સંતરામ રોડ પરનો ફુટવેર શો રૂમ

પોલીસે કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો

ગત રોજ પોલીસને સાથે રાખી આર.એન.એ. કંપનીના કર્મચારીએ આ બન્ને ફુટવેરના શો-રૂમમાં તપાસ આદરી હતી. દરમિયાન પુમા કંપનીના ડુપ્લીકેટ બુટ-ચંપલ નંગ 376 કિંમત રૂપિયા 4,62,500ના મળી આવ્યા હતા. સાથે સાથે બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 4,68,500નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ ડુપ્લીકેટ બુટ ચંપલોને ઉપરોક્ત કંપનીના સ્ટીકરો મારી ગ્રાહકો પાસેથી મો માગ્યા દામ મેળવી પધરાવી દેવાતાં હતા. આ અંગે ઉપરોક્ત કંપનીના કર્મચારી કૃષ્ણપાલસિંગ રાજપુતની ફરિયાદના આધારે નડિયાદ ટાઉન પોલીસે બન્ને શો-રૂમના માલિક રમેશ લાલચંદ હેમનાની અને નરેન્દ્ર ઈશ્વરદાસ મગનાની સામે ફરિયાદ નોંધી છે. પોલીસે કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો