દિવાળી ટાણે દારૂની રેલમછેલ:મહુધાના હેરંજ ચેક પોસ્ટ પાસેથી મકાઈના કટ્ટાની આડમાં લઈ જવાતો લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુધા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી રૂપિયા 13 લાખ 53 હજાર 840નો દારૂ જપ્ત કર્યો
  • દારૂ સાથે વાહન અને મકાઈના કટ્ટા મળી કુલ રૂપિયા 17 લાખ 13 હજાર 840નો મુદ્દામાલ જપ્ત
  • ટ્રક ચાલક રોડની​​​​​​​ સાઈડમાં વાહન પાર્ક કરી ફરાર

ખેડા જિલ્લામાં દિવાળીના સમયે બુટલેગરો બેફામ બન્યા છે. જિલ્લાના મહુધા પંથકમાંથી આજે ધોળા દિવસે દારૂની હેરાફેરી કરતાં એક વાહનને ઝડપી લેવાયું હતું. મહુધાના હેરંજ ચેક પોસ્ટ પાસેથી મહારાષ્ટ્રના પાર્સિંગની એક આઈસર ટ્રકમાં મકાઈના કટ્ટાની આડમાં લઈ જવાતો લાખોની કિંમતનો વિદેશી દારૂ પોલીસે કબ્જે કર્યો હતો. પણ આ બનાવમાં ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. જોની અંતર્ગત પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

મહુધા પોલીસે આજે સોમવારે સવારે સાડા દસ વાગ્યાની આસપાસ હેરંજ ચેક પોસ્ટ પાસે એક આઈસર ટ્રક (નં. MH 18 AA 9883)ને રોડની સાઈડમાં પાર્ક કરેલી જોઇ હતી. ટ્રક ચાલુ હોવાથી પોલીસને શંકા જતાં ચાલકની તપાસ આદરી હતી, પરંતુ ચાલકની ભાળ મળી નહોતી. આ દરમિયાન પોલીસે તલાશી લેતાં ટ્રકમાં મકાઈના કટ્ટા જોવા મળ્યા હતા. જેની નીચે વિદેશી દારૂની પેટીઓ મળી આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસે પંચોને બોલાવી ગણતરી કરતાં જુદા-જુદા માર્કાની વિવિધ બો 3 હજાર 660 બોટલો મળી આવી હતી. આ તમામ દારૂની કુલ કિંમત રૂપિયા 13 લાખ 53 હજાર 840 હતી. પોલીસે દારૂ સાથે વાહન અને મકાઈના કટ્ટા નંગ 60 જેની કિંમત રૂપિયા 60 હજાર છે એને મળી કુલ રૂપિયા 17 લાખ 13 હજાર 840નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ઉપરોક્ત આઈસર ટ્રક ચાલક સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...