તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે ક્યાં જઇશું?:રાત્રિ કરફ્યુના કારણે ફુટપાથ પર રહેતાં શ્રમિકોની હાલત બગડી, ક્યાં રહેવું તે મોટો પ્રશ્ન

નડિયાદ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના કાળ પહેલા મજૂરો જાહેર જગ્યાએ રાતવાસો કરતા હતા, પરંતુ કોરોના કાળમાં આ જગ્યાઓ છીનવાઈ ગઇ

નડિયાદમાં રાત્રી કરફ્યુંને કારણે ફુટપાથ પર રાતવાસો કરતાં લોકોની કફોડી હાલત બની ચૂકી છે. જેમાં શ્રમિકો અને નિરાધાર વર્ગનો સમાવેશ થાય છે. આ વર્ગના વ્યક્તિઓ પહેલાં બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને જાહેર જગ્યાઓ ઉપર પર રાતવાસો કરતાં હતા, પરંતુ હાલ તે જગ્યાઓ છીનવાઈ જતાં હવે ફુટપાથ પર રાતવાસો કરે છે. પરંતુ રાત્રિ કરફ્યુંને કારણે આ જગ્યા પણ છીનવાઈ જતાં તેમની હાલત કફોડી બની છે.

રાત્રિ કરફ્યુ
રાત્રિ કરફ્યુ

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જેના કારણે નડિયાદ શહેરમાં રાત્રિ કરફ્યુની અમલવારી થઈ ચૂકી છે. રાત્રે 8 વાગ્યાથી બીજા દિવસના વહેલી સવારે 6 વાગ્યા સુધી આ કરફ્યુંનો અમલ થતાં બહાર જાહેર જગ્યાઓ પર રાતવાસો કરતાં લોકોની કફોડી હાલત બની છે. નિરાધાર, શ્રમિક વર્ગ કોરોના કાળ પહેલા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તેમજ જાહેર સ્થળોએ રાતવાસો કરી જીવન નિર્વાહ કરતા હતા, પરંતુ કોરોના કાળમાં આ જગ્યાઓ છીનવાઈ ચૂકી હતી.

કોરોનાની પ્રખમ લહેર પછી વેપાર ધંધા ફરી પાટે આવતાં જિલ્લા બહારથી હજારો લોકો પુનઃ મજુરી અર્થે જિલ્લાના વડામથકમાં આવ્યા છે. પરંતુ છેલ્લા એકાદ મહિનાથી સ્થિતિ ભયાજનક બનતાં સરકાર દ્વારા નડિયાદ શહેરમાં રાત્રિ કરફ્યુનો અમલ કરી દેવાયો છે. જેના કારણે શહેરમાં નાની મોટી મજુરીએ આવતા અને નિરાધાર લોકો તેમજ ફુટપાથ પર રાતવાસો કરતાઓની કફોડી હાલત બની ચૂકી છે.

રાત્રિ કરફ્યુને કારણે હવે ફુટપાથ પર રાતવાસો કરતાઓની આ જગ્યાઓ પણ છીનવાઈ ચૂકી છે. તો બીજી તરફ શહેરમાં રેઈનબસેરા એક છે બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાને કારણે આવા લોકોને રાત્રિ રોકાણ ક્યા કરવું તે એક જટીલ પ્રશ્ન સતાવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો