તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • World Blood Donation Day Was Celebrated In Kheda District, At This Stage Special Honor Was Given To The Senior Citizen Who Donated Blood 101 Times.

ઉજવણી:ખેડા જિલ્લામાં વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરાઈ, આ તબક્કે 101 વખત રક્તદાન કરનાર સીનિયર સિટિઝનનું ખાસ સન્માન કરાયું

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિશાલ ભારત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું

ખેડા જિલ્લામાં વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરાઈ છે. નડિયાદમાં રહેતા એક સિનિયર સિટીઝને સૌથી વધુ વખત રક્ત આપતા તેઓનું આ તબક્કે ખાસ સન્માન કરવામાં આવ્યું છે. તો આ ઉપરાંત અન્ય લોકોનું પણ બહુમાન કરાયું છે.

નડિયાદ સ્થિત વિશાલ ભારત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નડિયાદ રક્તદાન કેન્દ્ર ખાતે વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરાઈ છે. આ તબક્કે 101 વખત રક્ત આપનાર 101 વ્યક્તિને નવુ જીવન બક્ષનાર દિપકભાઇ દેસાઈનું ખાસ સન્માન કરવામાં આવ્યું છે. આ પવૃત્તિ કરનાર દિપકભાઈને રાજ્યપાલના હસ્તે પણ સન્માન કરાયું હતું.

દિપકભાઈ પોતે અત્યારે નડિયાદ ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ટ્રસ્ટના મહામંત્રી તરીકે ફરજ બજાવે છે. તો વળી આ પ્રસંગે કોરોના કાળમાં ભોજન આપી લોકોને જઠરાગ્નિ તૃપ્ત કરનાર જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટના મનુભાઈ જોશીનું પણ સન્માન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રક્તદાન કેન્દ્રના કિરણ મરાઠે, ઈન્ચાર્જ પ્રમોદ બારોટ, અસ્મિતા અભિવાદન સમિતિના ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ, ભારત વિકાસ પરિષદના ખેડા જિલ્લાના પ્રમુખ અમિત સોની તેમજ અન્ય લોકો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...