તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:નડિયાદ પાલિકામાં પ્રમુખ સ્થાનેથી મંજુર થતાં કામો ગેરકાયદેસર !

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અપક્ષ સભ્યએ ચીફ ઓફિસરને રજુઆત કરી

નડિયાદ નગરપાલિકામાં 31મી માર્ચના રોજ યોજાયેલી સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી ચાર એજન્ડા રજુ કરવામાં આવ્યાં હતાં. જે બહુમતીથી પસાર થયાં હતાં. જોકે, આ મુદ્દે વિપક્ષના સભ્યોએ વિરોધ કર્યો હતો. જેમાં અપક્ષ સભ્ય ગોકુલ શાહે આ અંગે ચીફ ઓફિસરને રજુઆત કરી ઠરાવો રદ્દ કરવા માગણી કરી હતી.

નડિયાદ પાલિકાના અપક્ષ સભ્ય ગોકુલ શાહે જણાવ્યું હતું કે, પાલિકાની 31મી માર્ચના રોજ મળેલી સામાન્ય સભામાં હું હાજર હતો. પરંતુ સામાન્ય સભામાં મને બોલવાની કોઇ પણ તક આપ્યા વગર સભાને બરખાસ્ત કરવામાં આવી હતી. જેથી સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી રજુ કરવામાં આવેલા તમામ કામનો હું વિરોધ કરું છું.

આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, પાલિકાની સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી ચાર કામ લેવામાં આવ્યાં હતાં. જેનો પાલિકા અધિનિયમ 1963માં પાલિકા નિયમમાં કોઇ જોગવાઇ નથી. જેથી પ્રમુખ સ્થાનેથી લીધેલા કામોને રીવ્યુમાં લેવા અને આ ચારે કામ રદ કરવા માગણી કરી હતી. નિયમોમાં કોઈ જોગવાઈ ન હોવા છતા ભાજપે સત્તાનો દૂર ઉપયોગ કરી ચાર કામ મૂકાતા વિરોધ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો