તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:ગળતેશ્વરના સનાદરામાં હોમગાર્ડ કર્મીની પત્નીએ ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો, ખોટા વહેમનો દંપતી વચ્ચે અવારનવાર ઝઘડો થતો

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ત્રાસ સહન ન થતાં પરીણિતાએ ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો
 • પોલીસે દુષપ્રેરણ અને શારીરિક માનસિક ત્રાસની કલમ હેઠળ ગુનો નોંધ્યો

ગળતેશ્વર તાલુકાના સનાદરા ગામે એક પરીણિતાએ મોત વ્હાલ કર્યું છે. પરીણિતાના પતિ હોમગાર્ડ કર્મી છે. તેણે પોતાની પત્નીને ખોટા વહેમ રાખી અવારનવાર ઝઘડો કરતાં પરીણિતાએ ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો છે. આ અંગે સેવાલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આઈપીસી 498 A અને દુષપ્રેરણની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ત્રાસ આપનાર હોમગાર્ડ કર્મી વિરુદ્ધ સેવાલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ગળતેશ્વર તાલુકાના સનાદરા ગામે રહેતા વિક્રમ સોલંકી પોતે ખેતીકામ કરે છે. અને તેની સાથે સાથે હોમગાર્ડ કર્મીની પણ ફરજ અદા કરે છે. તેઓ પોતાની પત્ની શિતલ સાથે અવારનવાર ખોટા વહેમ રાખી ઝઘડો કરી મારઝુડ કરતા હતાં. છેલ્લા કેટલાય સમયથી આવી સ્થિતિ રહેતા પરીણિતા અવારનવાર તેણીના પિયરમાં આવી જતી હતી. જે બાદ તેના ભાઈ અને તેની માતા ઘર સંસાર તૂટે નહીં તેથી શિતલને સમજાવી સાસરે મુકી જતાં હતાં.

પરીણિતાએ આ પગલું ભરતાં એક દિકરા અને દિકરીએ માની મમતા ગુમાવી

પખવાડિયા અગાઉ વિક્રમ અને શિતલ વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ પરીણિતાના સાસુ અને સસરા બન્ને શિતલને પોતાના પિયરમાં મુકી આવ્યા હતા. સમજાવટથી શિતલને પોતાની સાસરીમાં તેણીનો ભાઈ મુકી આવ્યો હતો. આ કંકાસના કારણે ગતરોજ શિતલને ત્રાસ સહન ન થતાં સાંજે પોતાના ખેતરમાં જઈ સાડીનો રસ્સો બનાવી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. પરીણિતાએ આ પગલું ભરતાં એક દિકરા અને દિકરીએ માની મમતા ગુમાવી છે. આ અંગે સેવાલીયા પોલીસ મથકે વિક્રમ સોલંકી વિરુદ્ધ તેના સાળાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 498 (A) અને 306 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો