તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલીમ:નડિયાદના મંજીપુરા ગામે અસંગઠિત ક્ષેત્રના કામદારોને તાલીમ આપવામાં આવી

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓ સ્વયંમ આર્થિક સધ્ધર બને તે માટે રોજગારીના વિકલ્પોની સમજ અપાઈ
  • આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે વિર શહિદોને યાદ કરાયા

નડિયાદ તાલુકાના મંજીપુરા ગામે પ્રાથમિક શાળામાં દત્તોપંત ઠેકડે રાષ્ટ્રીય શ્રમિક સુરક્ષા એવમ વિકાસ બોર્ડ અમદાવાદનો બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

કોરોનાના લક્ષણો અને બચવાના ઉપાયોની જાણકારી અપાઈ
આ કાર્યક્રમમાં શિક્ષણ અધિકારી તરીકે મોહન સેન હાજર રહ્યાં હતા. તેમના દ્વારા તાલીમ કાર્યક્રમમાં જોડાનારા તમામ લાભાર્થીઓને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા આરોગ્યલક્ષી જાણકારી સાથે સેનેટાઈઝર અને માસ્ક પણ આપવામાં આવ્યાં હતા. તેમજ બિમારીથી બચવા વેક્સિનેશન, સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાના લક્ષણો વિશે અને બચવાના ઉપાયોની જાણકારી આપવામાં આવી હતી.

સ્વતંત્રતાની લડતમાં ભાગ લેનારા સેનાનીને યાદ કરાયા
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવવા માટે આપણા દેશના કેટલાય રાષ્ટ્રીય નેતાઓએ બલિદાન આપ્યાં છે. તેવા વિર શહિદો અને સ્વતંત્રતાની લડતમાં ભાગ લેનારા સેનાનીને યાદ કરવામાં આવ્યાં હતા.

વિવિધ યોજનાઓની સમજ અપાઈ
પરિવર્તન ફાઉન્ડેશનના અશોક રાઠોડે સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિશે સમજ આપી હતી. બચત અને સખીમંડળ દ્વારા સ્વરોજગારી અને સ્વતંત્ર વ્યવસાય તથા ગૃહ ઉદ્યોગો શરૂ કરી શકાય તે માટે અને બેંકમાં ખાતાં ધારકોને સોશ્યલ સીક્યોરીટી દ્વારા પેન્સન અને વિમા કવરેજ આપવામાં આવે છે તે વિશે માહિતી આપવામાં આવી હતી.

રોજગારીના વિકલ્પોની સમજ આપવામાં આવી
ગામના માજી સરપંચ તથા લાયન્સ મેમ્બર ભગુ પટેલે પર્યાવરણ અને સ્વચ્છતા વિશે, ગૌતમ બ્રહ્મભટ્ટે વ્યસન મુક્તિ વિષે, આર.આર સોનીએ મહિલા સશક્તિકરણ તેમજ પરિવારના જતન અને બાળકોના શિક્ષણ મુદ્દે જાણકારી આપી હતી. બહેનો સ્વયંમ આર્થિક સધ્ધર બને તે માટે રોજગારીના વિકલ્પોની સમજ આપવામાં આવી હતી.

ટીબીની બિમારી વિશે જાણકારી અપાઈ
બે દિવસીય તાલીમ શિબિરમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદની એચ.આઇ.વી એડ્સ કન્ટ્રોલની ટીમ દ્વારા ખેડા જિલ્લામાં એચ.આઇ.વી. રેડ જોનમાં હોય તકેદારી બાબતે સમજ અને ટીબીની બિમારી વિશે જાણકારી આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન પ્રાથમિક શાળાના આચાર્ય, આંગણવાડી કાર્યકર હેલ્પર પણ હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...