વિરોધ:ખેડા ST ડેપોમાં પડતર માંગણીઓ મુદ્દે ઘંટનાદ કરીને કર્મીઓનો વિરોધ

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંગણીઓ નહીં સંતોષાય તો 8 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ

ખેડા એસ.ટી. ડેપોના કર્મચારીઓએ સોમવારે ડેપો ખાતે ઘંટનાદ કરીને વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓ સંદર્ભે આંદોલન કરી રહ્યા છે. જેના ભાગરૂપે એસ.ટી. નિગમના કર્મચારીઓ યુનિયનોની બનેલી સંકલન સમિતિના આદેશ અને રૂપરેખા મુજબ આંદોલનાત્મક કાર્યક્રમો આગળ ધપાવી રહ્યા છે. સરકાર દ્વારા તેમની માંગણીઓ પૂરી ન કરાતી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.

આંદોલનના ભાગરૂપે અને સંકલન સમિતિએ આપેલ આંદોલનની રૂપરેખા મુજબ આજરોજ ખેડા ડેપો જ નહીં પરંતુ આખાય ગુજરાતના કુલ 16 ડીવીઝનના કુલ 125 ડેપોમાં તમામ કર્મચારીઓએ ડેપો પ્રિમાઇસીસ બહાર ભેગા થઈને ઘંટ વગાડી અને ઘંટનાદ કરી પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આ કાર્યક્રમ 7 ઓક્ટોબર, 2021 સુધી ચાલશે તેમ કર્મચારીઓએ જણાવ્યુ છે.

જો સરકાર તેમની માંગણીઓ નહીં સાંભળે તો 8 ઓક્ટોબર 2021ના દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પર ઊતરવાની જાહેરાત કરી છે. તેમની મુખ્ય માંગણી ડ્રાઇવર અને કંડકટર જે વર્ગ-3ની કક્ષામાં આવતા હોવાથી તે મુજબ ગ્રેડ પે ચુકવાય, ફિક્સ પગારના કર્મચારીઓને રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ 19,950 રૂપિયા ફિક્સ પગાર ચૂકવવા ઉપરાંતની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...