તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Women's Gang Raises Sixth Child For Rs. The Deal Was Done For Rs 4 Lakh, The Woman Gave Birth In Ahmedabad And Sold The Baby In Bengaluru

નડિયાદ બાળ-તસ્કરીકૌભાંડ:મહિલા ગેંગે છઠ્ઠા બાળકનો 4 લાખમાં સોદો કર્યો હતો, અમદાવાદમાં મહિલાની પ્રસૂતિ કરાવી બાળકને બેંગલુરુમાં વેચ્યું

નડિયાદએક મહિનો પહેલા
નડિયાદ શહેરમાં બાળ-તસ્કરીમાં ઝડપાયેલી મહિલાઓ.
  • રાજ્ય બહારની તપાસમાં ઓનલાઈન કાર્યવાહી કરાશે

નડિયાદમાં ચકચારી મચાવનાર બાળતસ્કરીપ્રકરણમાં દિવસે ને દિવસે નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. પોલીસ એક પછી એક આરોપીઓના નિવેદન નોંધી રહી છે. પોલીસસૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આરોપીઓનાં નિવેદનમાં તેમણે છઠ્ઠા બાળકનું પણ વેચાણ કર્યું હોવાનું કબૂલ્યું છે.

અમદાવાદમાં એક મહિલાની ડિલિવરી કરાવીને તેના બાળકનું બેંગલુરુમાં વેચાણ કર્યું છે, પરંતુ આ મહિલા કોણ છે અને કેવી રીતે બાળકનો જન્મ થયો ? વગેરે બાબતો હજુ સામે આવી નથી, કારણ કે આ બાળતસ્કરીની માસ્ટરમાઈન્ડ માયા દાબલા તેને કરેલા કાળા કામને કાયદેસર હોવાનું રટણ કરી રહી છે. જોકે પોલીસે અન્ય આરોપી પાસેથી શક્ય એટલી તમામ માહિતી એકઠી કરી છે, જેના આધારે પોલીસ રાજ્ય બહારની હૉસ્પિટલો અને સંબંધિત જગ્યાએ પહેલા ઓનલાઈન કાર્યવાહી કરવાનું વિચારી રહી છે. જોકે જરૂર પડશે તો પોલીસ આ મામલાની છણાવટ કરવા માટે આરોપીઓના કહ્યા મુજબ મુંબઈ, ગોવા, રાયપુર, બેંગલુરુ અને ચેન્નઈમાં તપાસ હાથ ધરશે.

આણંદની IVF હોસ્પિટલમાં તપાસની તૈયારી
આ સમગ્ર ઘટનાની મુખ્ય આરોપી માયા દાબલા આણંદના એક ખાનગી સેરોગેસી સેન્ટરમાં કામ કરતી હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસ આ મામલે આણંદ તપાસ કરશે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું, પરંતુ નડિયાદ પોલીસે હજુ સુધી આ મામલે રૂબરૂ તપાસ કરવા આણંદ ગઈ નથી. હાલ પોલીસ ચારેય આરોપી પાસેથી નિવેદન લઈ રહી છે. જોકે સ્પષ્ટ છે કે માયાના કાળા કામનાં મૂળ આણંદમાં છે, એટલે શક્ય છે કે પોલીસને ત્યાંથી જરૂરી માહિતી મળશે.

બાળ-તસ્કરી 14 વર્ષથી ચાલતી હોવાની રાવ
આણંદમાં નોકરી છોડ્યા બાદ માયા દાબલાએ આ ગેરકાયદે બાળ-તસ્કરીનું કામ શરૂ કર્યું હતું, એટલે 2007થી બાળ-તસ્કરી કરતી મહિલાઓ સક્રિય હોવાનું અનુમાન છે. 14 વર્ષથી ચાલતા આ રેકેટમાં ક્લાયન્ટને પૂરતાં નાણાં ના મળતાં મામલો ઉજાગર થયો હોવાનું જાણવા મળ્યું છે.

બેંગલુરુના સોદામાં પેમેન્ટ થાય એ પહેલાં ઝબ્બે
આરોપી મહિલાઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેમણે અમદાવાદમાં એક મહિલા પાસેથી બાળકને લઈ બેંગલુરુમાં વેચ્યું છે, જેની ડીલ 4 લાખ રૂપિયામાં પાક્કી કરી હતી. એમાં તેમને બે લાખ મળ્યા છે અને બે લાખનું પેમેન્ટ બાકી છે.