તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:સાફસફાઇ ના થતાં મહિલાઓનો નડિયાદ નગરપાલિકામાં હોબાળો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગટરના પાણીનો નિકાલ નહીં થતાં ગંદકીનું પ્રમાણ વધ્યુ

નડિયાદ ભોજા તલાવડી પાસેના ફૈઝાન પાર્કની મહિલાઓએ આજે પાલિકામાં હલ્લાબોલ કર્યો હતો. પોતાના વિસ્તારની સફાઈમાંથી બાદબાકી થતી હોવાથી પ્રથમ મુખ્ય ઈજનેર અને ત્યારબાદ એસ. આઈ. સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.વિસ્તારમાં 15-15 દિવસ સુધી કચરાની સફાઈ થતી ન હોય અને ગટરના પાણીનો પણ નિકાલ ન થતો હોવાથી ગંદકીનું પ્રમાણ વધ્યુ છે. જેના પરીણામે પ્રદૂષણ ફેલાતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. વિસ્તારમાં સફાઈ કર્મીઓ કચરો વાળવા જાય, તે સમયે ત્યાં રહેતા લોકો પાસે પૈસાની માંગણી કરતા હોવાનો પણ આક્ષેપ તેમણે કર્યો હતો.

મહિલાઓએ પાલિકામાં ઘુસી પહેલા મુખ્ય ઈજનેર ચંદ્રેશભાઈ ગાંધીની કેબિનમાં હલ્લાબોલ કર્યો હતો. જ્યાં ખૂબ જ ગુસ્સા સાથે પોતાની વેદનાઓ ઠાલવી હતી. તેમજ ગટરોના પાણીનો નિકાલ ન થતો હોવાથી તેમને પડી રહેલી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી. ત્યારબાદ કચરાનો નિકાલ ન થતો હોવાથી ત્યાં હાજર તેમના વિસ્તારના એસ. આઈ. સમક્ષ રોષ ઠાલવતા પોતાના વિસ્તાર સાથે વ્હાલા-દવલાંની નીતિ થતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...