કાર્યવાહી:કપડવંજમાં મૈત્રી કરાર કરી મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું, પીડિતાએ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ શહેરના ડાકોર ચોકડી વિસ્તારમાં રહેતાં શખસે મહિલાને ગેસ્ટહાઉસ સહિતના સ્થળે લઇ જઇ મરજી વિરૂધ્ધ બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ પીડિતાએ કપડવંજ ટાઉન પોલીસમથકમાં નોંધાવી હતી. પોલીસ વર્તુળોના જણાવ્યા મુજબ કપડવંજ શહેરના ડાકોર ચોકડી, વાલ્મીકીવાસમાં રહેતાં કમલેશ રામજીભાઇ ચૌહાણ નામના શખસે ગત તા.03/06/2020ના 23/30 કલાકથી 09/09/2020 સુધીમાં એક મહિલાને સારી રીતે રાખવાનું કહી વિશ્વાસમાં લઇ જુદાજુદા સમયે કપડવંજના ગેસ્ટહાઉસ અને બીજી બે જગ્યાએ લઇ જઇ મૈત્રીકરાર કરાવી તેણીની સંમતિ નહીં હોવા છતાં બળજબરીથી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યો હતો. આ અંગે કપડવંજ શહેર પોલીસે આરોપી કમલેશ રામજીભાઇ ચૌહાણ વિરૂધ્ધ ગુનો દર્જ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...