તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર યથાવત:નડિયાદ સિવિલ હોસ્પિટલ બહાર સારવાર મળે તે પહેલા મહિલાનું મૃત્યુ

નડિયાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ સિવિલમાં લાવવામાં આવેલી મહિલાને સારવાર મળે તે પહેલા મોત થતાં દિકરી ચોધાર આંસુએ રડી રહી છે. - Divya Bhaskar
નડિયાદ સિવિલમાં લાવવામાં આવેલી મહિલાને સારવાર મળે તે પહેલા મોત થતાં દિકરી ચોધાર આંસુએ રડી રહી છે.
 • મહિલા કોણ હતી તે બાબતે પોલીસ અને સિવિલ હોસ્પિટલ પણ અજાણ

નડિયાદ સિવિલ હોસ્પિટલમાં એક તરફ દર્દીઓની સંખ્યા વધી રહી છે. તો બીજી તરફ દર્દીઓ હવે સિવિલ હોસ્પિટલના ઓટલા પર દમ તોડી રહ્યા છે. આજે બપોરના સમયે સિવિલ હોસ્પિટલની બહાર અંદાજિત 50 એક વર્ષીય મહિલાએ દમ તોડી દીધો હતો. મહિલા ની સાથે હાજર તેમની દીકરીએ રડી રડીને મદદ માટે બુમો લગાવી હતી, જેની બુમોથી સમગ્ર વાતાવરણ શોક મગ્ન થઇ ગયું હતુ.

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ તૃપ્તિબેન શાહે જણાવ્યુ હતું કે બપોરના સમયે કોઇ મહિલા ને રીક્ષામાં તેમના પરિવારજનો અહીં લાવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાંથી લાવી આ બહેનને બાકળા પર બેસાડતાની સાથે જ તેઓ ઢળી પડ્યા હતા. બાદમાં તેઓને ક્યા લઇગયા, તે બાબતે સિવિલ હોસ્પિટલ પાસે કોઇ માહિતી ન હોવાનું તેઓએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો