તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:નડિયાદ પાલિકામાં 19 ફોર્મ પરત ખેંચાયા ભાજપ - કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જામશે

નડિયાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ નગરપાલિકાના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવા ઉમેદવારો કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. - Divya Bhaskar
નડિયાદ નગરપાલિકાના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવા ઉમેદવારો કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં.
 • કોંગ્રેસમાં જિલ્લા યુવા પ્રમુખે વોર્ડ નં.13 અને તેમના પત્નીએ વોર્ડ નં.8માં અપક્ષ ઉમેદવારી કરી

નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મંગળવારના રોજ ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 19 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યાં હતાં. પાલિકામાં 184 ફોર્મ ભરાયાં હતાં. જેમાં 49 રદ થયાં હતા અને હવે 19 પરત ખેંચાતાં 116 જેટલા ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે.

નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મંગળવારે કુલ 19 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યાં હતા. વોર્ડ નં.1માં હિતેશ રબારી (અપક્ષ), વોર્ડ નં.3માં દિલીપકુમાર રમેશભાઈ દુનાણી (કોંગ્રેસ), પ્રિયંકાબહેન કિશોરભાઈ કેવલાણી (કોંગ્રેસ), ગોપાલ દિનેશભાઈ તળપદા (અપક્ષ), જીયાબહેન પ્રકાસભાઈ ટીકીયાણી (અપક્ષ), વિજયકુમાર મોટવાણી (અપક્ષ), રીનાબહેન પરમાર (અપક્ષ), વોર્ડ નં.4માં વર્ષાબહેન ચૌહાણ (કોંગ્રેસ), હારૂનશા દિવાન (અપક્ષ), જૈમિનીબહેન પરમાર (અપક્ષ), આશિકશા દિવાન (અપક્ષ), બિનલબહેન પરમાર (અપક્ષ) વોર્ડ નં.7માં બળદેવભાઈ રાણા (અપક્ષ)એ ફોર્મ પરત ખેંચ્યાં હતાં.

તેવી રીતે વોર્ડ નં.8માં હેતાબહેન શાહ (અપક્ષ), સંજયકુમાર પટેલ, વોર્ડ નં.11માં ચેતનકુમાર બ્રહ્મભટ્ટ, લક્ષ્મણભાઈ વણકર, વોર્ડ નં.13માં ગોકુલ શાહ અને વિજયકુમાર મધુસુદન રાવે ફોર્મ પરત ખેંચ્યું હતું. જોકે, કોંગ્રેસના યુવા પ્રમુખ મેન્ટેડ પર ન લડતાં આશ્ચર્યજન્મ્યું છે. ગોકુલ શાહ અને તેમના પત્ની બન્નેએ અપક્ષ ઉમેદવારી કરી છે. આ ઉપરાંત ભાજપમાંથી ટીકીટ કપાતા વિજય રાવે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે. પરંતુ તેમના બદલે તેમના પત્ની રંજનબહેન અપક્ષ તરીકે ચૂંટણી લડશે. કણજરી નગરપાલિકામાં ફોર્મ પરત ખેંચવાના દિવસે વોર્ડ નં.3માં 1 ફોર્મ પરત ખેંચાયું.

ઠાસરામાં 9 અને માતર તા.પંચાયતમાં અંતિમ દિને એક ફોર્મ પરત ખેંચાયું
નડિયાદ | ઠાસરા તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે.વળી કેટલીક બેઠકો ઉપર અપક્ષ ઉમેદવારો છે તો આપ પાર્ટીએ પણ પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે. ચૂંટણી ફોર્મ ચકાસણીમાં ઠાસરા તાલુકા પંચાયત ની 24 બેઠકોની ચૂંટણી માટે ભરાયેલ 123 ફોર્મ પૈકી 76 ફોર્મ માન્ય થયા હતા. જેમાંથી 9 જેટલા ફોર્મ પરત ખેંચાયા છે. જેથી ઠાસરા તાલુકા પંચાયત માં 68 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. માતર બેઠક ઉપર ભાજપા, કોંગ્રેસના ભગવતસિંહ કાળીદાસ પરમાર અને આમ આદમી પાર્ટીના કલ્પેશભાઇ રાવ તથા અપક્ષ સહિતના ઉમેદવારોએ ફોર્મ ભરીને ચૂંટણીના મેદાને ઉતર્યા હતા. દરમિયાનમાં મંગળવારે ઉમેદવારી પાછી ખેંચવાનો અંતિમ દિવસ હતો. ત્યારે અચાનક જ માતર સીટ નં.1 ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કલ્પેશભાઇ રાવએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. જેને લઈને બંને તાલુકા પંચાયતના ભાજપ કોંગ્રેસ વચ્ચે જંગ ખેલાશે.

ખેડા જિલ્લાની આઠ તાલુકા પંચાયતમાં 20 ફોર્મ પરત ખેંચાયાં
ખેડા જિલ્લાની આઠ તાલુકા પંચાયતમાં ફોર્મ પરત ખેંચવાના દિવસે કુલ 20 ફોર્મ પરત ખેંચાયા હતાં. જેના પગલે ઉમેદવારની સંખ્યા હવે 401 જ રહી છે. અગાઉ ફોર્મ ભરવાના દિવસે આ આંકડો 697 હતાં. જેમાંથી બે દિવસની પ્રક્રિયા દરમિયાન 401 મેદાનમાં રહ્યાં છે. નડિયાદ તાલુકા પંચાયતમાં ચાર, માતરમાં એક, મહેમદાવાદમાં એક, મહુધામાં બે, ઠાસરામાં નવ, વસોમાં 2 અને ગળતેશ્વરમાં એક મળી કુલ 20 ફોર્મ પરત ખેંચાયા છે. જેના પગલે નડિયાદ પંચાયતમાં 62, માતરમાં 45, ખેડામાં 42, મહેમદાવાદમાં 57, મહુધામાં 43, ઠાસરામાં 67, વસોમાં 36 અને ગળતેશ્વરમાં 49 મળી કુલ 401 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. આ ઉમેદવારોમાં અપક્ષના 49, અન્ય પક્ષના 3, આપના 16, કોંગ્રેસના 165 અને ભાજપના 166 અને બસપાના 2 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષોને પ્રતિક ફળવાયા
નડિયાદ નગર પાલિકા સહિત તાલુકા કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરનાર તમામ ઉમેદવારોને પ્રતિક ફાળવવામાં આવ્યા હતા. જેમાં નડિયાદ નગરપાલિકા અપક્ષ ઉમેદવારોને પ્રતિક ફાળવણી બપોરબાદ પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવી છે.

કપડવંજ પાલિકામાં ભાજપ અપક્ષો વચ્ચે ભારે રસાકસી
કપડવંજ નગરપાલિકાની કુલ 28 બેઠકો માટેની ચૂંટણીમાં 95 કેટલા ફોર્મ ભરાયા છે. કોંગ્રેસે એક પણ બેઠકમાં મેન્ડેટ આપ્યો નથી. મંગળવારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે કુલ 16 ફોર્મ પરત ખેંચાયાં હતાં. અપક્ષોમાં વોર્ડ નંબર 3માં તત્કાલિન નગરપાલિકા પૂર્વ પ્રમુખ પંકજભાઈ પટેલ અને વોર્ડ નંબર 3માં ખેડા જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ધવલ પટેલના પત્ની કોમલબહેન પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. વોર્ડ નંબર 6માં પૂર્વ મ્યુનિસિપલ સદસ્ય મધુબેન નરોત્તમભાઇ પટેલે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. વોર્ડ નંબર 5માં પૂર્વ મ્યુનિસિપલ સદસ્ય અંજનાબેન વીનસભાઈ જયસ્વાલે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે વોર્ડ નંબર 6માં પૂર્વ મ્યુનિસિપલ સદસ્ય અશ્વિનભાઈ સોનેરી એ પણ અપક્ષમાં અને વોર્ડ નંબર 6માં પૂર્વ મ્યુનિસિપલ સદસ્ય મનુભાઈ રામાભાઇ પટેલે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો