તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાકોરથી દર્શન:વૈદિક મંત્રોચ્ચાર સાથે કૃષ્ણ જન્મોત્સવની શરૂઆત, કાળિયા ઠાકરને લાલ વાઘા સહિત સવા લાખનો પૌરાણિક રત્નોજડિત મુગટ પહેરાવ્યો

ડાકોર19 દિવસ પહેલા
ડાકોરના ઠાકોરની લાઇવ તસવીર

રણછોડરાયજીના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં પણ કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ વૈદિક પરંપરા અનુસારની વિધિથી ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે ભગવાનનો દૂધ-જળ સહિતની સામગ્રીથી અભિષેક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભગવાનને ચંદનનો લેપ લગાવવામાં આવી રહ્યો હતો. ભગવાનને લાલ રંગના વાઘા અને પીળા રંગની પાઘ પહેરાવવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ રત્નજડિત આભુષણો પણ અર્પણ કરવામાં આવ્યા છે.

ભગવાનને લાલ વાઘા સહિત વિવિધ રત્નજડિત આભૂષણો અર્પણ કરવામાં આવ્યાં
ભગવાનને લાલ વાઘા સહિત વિવિધ રત્નજડિત આભૂષણો અર્પણ કરવામાં આવ્યાં

રાજા રણછોડના જન્મ બાદ ભગવાનને પંચામૃત સ્નાન અને જળાભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સુંદર કલાત્મક વસ્ત્રો અને સોનાનાં ઘરેણાં પહેરવામાં આવ્યા હતા. ભગવાન રણછોડને પૌરાણિક રત્નો જડીત સવા લાખનો મુગટ પહેરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભગવાન રાજા રણછોડજીની આરતી ઉતારાઈ અને પ્રભુને સોના-ચાંદીનાના પારણે બિરાજમાન કરવામાં આવ્યા હતા. પ્રભુને પારણે ઝૂલાવી રાજભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને પોઢાળવામાં આવ્યા હતા.

ભગવાનને અતિ પ્રિય એવી પંજરી અને માખણ મીસરીનો પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો. સમગ્ર ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. કોરોના મહામારીને કારણે નંદ મહોત્સવની ઉજવણી ડાકોર ટેમ્પલ કમિટીએ મોકૂફ રાખી છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલથી જ સમગ્ર દિવસ દરમિયાન અહીંયા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

રણછોડરાયજીને વિવિધ પદાર્થોથી સ્નાન કરાવી સફેદ અંગ વસ્ત્ર પહેરાવવામાં આવ્યું
રણછોડરાયજીને વિવિધ પદાર્થોથી સ્નાન કરાવી સફેદ અંગ વસ્ત્ર પહેરાવવામાં આવ્યું
સમગ્ર મંદિરને શણગારવામાં આવ્યું
સમગ્ર મંદિરને શણગારવામાં આવ્યું

દિવસભરના કાર્યક્રમની યાદી
મંદિર દ્વારા જાહેર કરેલ યાદી મુજબ 30 ઓગસ્ટના રોજ સવારે 6.30 વાગ્યે નીપજ મંદિર ખુલી 6.45 વાગ્યે મંગળા આરતી ના દર્શન થઈ નિત્ય ક્રમાનુસાર સેવા થઇ રાજભોગ દર્શન થઈ બપોર ના 12.30 વાગ્યા પછી અનુકૂળતા ઠાકોરજી પોઢી જશે. તે બાદ સાંજે 4.45 વાગ્યે નીપજ મંદિર ખુલી 5 વાગ્યે ઉત્થાપન આરતી થઈ નિત્ય ક્રમાનુસાર શયન ભોગ અને સખડી ભોગ થઈને દર્શન ખુલ્લા રહેશે.

રાત્રીના બરાબર 12 વાગ્યે ભગવાનને કંકુ તિલક કરી જન્મોત્સવ ઉજવવામાં આવશે મોટો મુગટ ધરી પારણે બીરાજી આરતી થઇ વહેલી સવારે 4 થી 5 વાગ્યાના અરસામાં મહાભોગ આરોગી ઠાકોરજી પોઢી જશે. 31 ઓગસ્ટના રોજ ઠાકોરજીની મંગળા આરતીનો સમય સવારે 9 વાગ્યા નો રહેશે. જે દરમિયાન નિજમંદિર ખીલ 9 વાગ્યાના અરસામાં મંગળા આરતી થેસે. મહત્વની વાત છેકે સરકારની ગાઈડલાઈન મુજબ આ જન્માષ્ટમી ડાકોર મંદિરમાં 200-200 ના જુથમાં જ વૈષ્ણવોને મંદિર પ્રવેશ આપવામાં આવશે. તે દરમિયાન દરેક વૈષ્ણવ ભક્તોએ કોરોના એસઓપીનું પાલન કરવાનું રહેશે.

ભક્તોની સેવામાં પોલીસ ખડે પગે રહી
યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરાઈ છે. ત્યારે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ડીવાયએસપી જી. એસ. શ્યાને જણાવ્યું છે કે દર વર્ષે ફાગણી પુનમે જે રીતે આડબંધો મુકી ભક્તોના પ્રવાહને કાબુ કરવામાં આવે છે તેજ રીતે આજે પણ સરકારની ગાઈડલાઈન અનુસરવા આ પ્રમાણે આડબંધ મુકવામાં આવ્યા હતા. અને શાંતિપૂર્ણ વાતાવરણમાં કૃષ્ણજન્મોત્સવ પૂર્ણ થયો છે.

મંદિર પ્રશાસન દ્વારા પણ પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી
યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમીનો પર્વ ધામધૂમથી અને કોઈ પણ વિધ્ન વગર પૂર્ણ થયો છે. ત્યારે મંદિર પ્રશાસને પણ આ તબક્કે ખાસ પોલીસનો આભાર માન્યો હતો. મંદિરના મેનેજર અરવિંદ મહેતાએ આ અંગે જણાવ્યું હતું કે કૃષ્ણ જન્મોત્સવની પારંપરિક રીતે ઉજવણી કરાઈ છે. જે દરમિયાન હજારો ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું. કોઈ પણ ભક્ત દર્શનનો લાભ લેવા બાકત ન રહે તે માટે પોલીસ અને મંદિરના સેવક ભાઈઓએ ભારે જહેમત ઉઠાવી હતી.