હાથફેરો:નડિયાદના ડભાણમાં GEBના કંપાઊન્ડમાં મૂકેલી લાખોની કિંમતની લોખંડની એંગલો લઇ તસ્કરો ફરાર

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોરીના 23 દિવસ બાદ આજે એફઆઈઆર દાખલ કરાઈ
  • નડિયાદ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો

નડિયાદના ડભાણ રોડ પર GEBના કંપાઊન્ડમાં મૂકેલ એંગલોની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે. લાખો રૂપિયાના મત્તાના એંગલોની ચોરી થઈ છે. 23 દિવસ અગાઉ બનેલ આ ચોરી મામલે આજે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

નડિયાદના ડભાણ રોડ પર જી.ઇ.બી.ના કમ્પાઉન્ડમાં લોખંડની એંગ્લો રૂપિયા 3 લાખ 83 હજાર 165ના મત્તાની ચોરી થઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ડભાણ રોડ પર કલેક્ટર કચેરી નજીક GEBની કચેરી આવેલી છે. આ કચેરીના કમ્પાઉન્ડમાં લોખંડની એંગલો રાખવામાં આવે છે. અહીંથી જુદા જુદા સ્થળે એંગલો જરૂરિયાત મુજબ મોકલવામાં આવે છે.

વીજ કંપનીના કમ્પાઉન્ડમાંથી ગત મહિનાની 22મી ઓક્ટોબરના પહેલા કોઈ પણ સમયે કોઈ તસ્કરે લોખંડની ક્રોસ એંગલો નંગ 354 તેમજ પરેલેલ એંગલો નંગ 161 મળી કુલ નંગ 515 કિંમત રૂપિયા 3 લાખ 83 હજાર 165ની એંગ્લો ચોરી થઈ હતી.

લોખંડની એંગલો ચોરી થયાની જાણ GEBના ઉચ્ચ અધિકારીઓને થતાં આ અંગે નાયબ ઇજનેર ચેતનભાઈ મનુભાઈ પટેલે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી દીધી છે. જ્યારે વડી કચેરીએ આ અંગેની જાણ કરાયા બાદ ચોરી કરવા માટે જાણ કરવામાં આવતાં નાયબ ઈજનેરે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...