તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • In Love With A Prostitute, A Blind Man Physically And Mentally Tortured His Wife, Demanded A Dowry Of Rs 10 Lakh And Refused To Leave The House.

ત્રાસ:પરસ્ત્રીના મોહમાં અંધ યુવકે પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપી 10 લાખના દહેજની માગ કરી, ના પાડતા ઘરેથી તગેડી મુકી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિયરમાં આવેલી પરીણિતાએ કપડવંજ ટાઉન પોલીસ મથકે પોતાના પતિ, સાસુ, નણંદ અને નણદોઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

ખેડા જિલ્લામાં પરીણિત મહિલાઓ પર ત્રાસ ગુજારવાના બનાવો વધી રહ્યા છે. પરસ્ત્રીના મોહમાં અંધ યુવકે પોતાની પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરતાં પુરા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ બાબતે અંતે પરીણિતાને ન્યાય મેળવવા પોલીસના શરણે જવું પડ્યું છે. સાસરીમાંથી ત્રાસ આપી પરીણિતાને તગેડી મુક્તાં પરીણિતાએ પોતાના પિયર કપડવંજમાં આવી પોતાના પતિ, સાસુ, નણંદ અને નણદોઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ખેડા જિલ્લાના કપડવંજમાં નાની વ્હોરવાડ ખાતે રહેતી 20 વર્ષિય યુવતીના લગ્ન વર્ષ 2019માં રાજસ્થાનના કોરટા ખાતે રહેતા સફીકઅહેમદ પઠાણ સાથે સમાજના રીતી રિવાજ મુજબ થયા હતા. લગ્નના એકાદ મહિના બાદ પરીણિતાને માલુમ પડયું હતું કે તેના પતિ સફીકઅહેમદને ગામમાં રહેતી એક રહીમા નામની યુવતી સાથે આડા સંબંધ ધરાવતો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પરીણિતાએ પોતાના પતિને આ અંગે ઠપકો આપતાં પરસ્ત્રીના મોહમાં અંધ બનેલા યુવકે પરીણિતા સાથે આ બાબતે ઝઘડો કર્યો હતો. આ બાદ તેણીને પિયરમાં મૂકી આવ્યો હતો. કપડવંજ મુકવા આવેલા સફીકઅહેમદે જણાવ્યું કે તને દસ દિવસમાં પરત લઈ જઈશ. જે બાદ પરીણિતા કાગડોળે રાહ જોઈ બેઠી હતી દરમિયાન કંટાળી પરીણિતાએ પોતાના પતિને ફોન કરીને ક્યારે લેવા આવો છો તેમ પુછતાં સફીકઅહેમદે જણાવ્યું કે તું 10 લાખ રૂપિયા લઈને આવીશ ત્યારે જ તને લઈ જઈશ.

આ દરમિયાન લોકડાઉનનો સમય રહેતા પરીણિતા પોતાના માતા-પિતા સાથે પોતાના મુળ વતન ઉત્તરપ્રદેશ ગઈ હતી. ત્યાં તેણીનો પતિ અવાર નવાર ફોન કરી રૂપિયાની માંગણી કરતો હતો તેથી કંટાળેલી પરીણિતાએ ગત જાન્યુઆરી માસમાં રાજસ્થાનના કોટા મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જેથી ઠેકાણે આવેલા સફીકઅહેમદે પરીણિતાને તેના મુળ વતન ઉત્તરપ્રદેશથી તેડી આવ્યો હતો. થોડા જ દિવસો વિત્યા બાદ તેણીને પાસે ફરીથી રૂપિયાની માંગણી કરી હતી. યુવતીને તેના પતિએ જણાવેલ કે તું 10 લાખ રૂપિયા કેમ લાવી નથી તેમ કહી તેણીને શારીરિક અને માનસિક ત્રાસ આપી માર મારતા હતા. તો વળી પરીણિતાના સાસુ, નણંદ અને નણદોઈ ત્રણેય લોકો ખોટી રીતે ચઢવણી કરતાં અને ઘરના કામકાજ બાબતે પણ ઝઘડો કરતાં હતા. જે બાદ પરીણિતાને તેનો પતિ કપડવંજ મુકી આવ્યો હતો. પરીણિતા અવારનવાર ફોન કરતાં તેણીનો પતિ રૂપિયાની માંગણી કરતો હતો આથી કંટાળેલી પરીણિતા યુવતીએ આજે કપડવંજ ટાઉન પોલીસ મથકે પોતાના પતિ સફીકઅહેમદ પઠાણ, સાસુ સબજીના પઠાણ, નણંદ શમા પઠાણ અને નણદોઈ વસીમખાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 498(A), 323, 504, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...