તંત્રની છેલ્લી ઘડીની તૈયારીઓ:બે દિવસ મતદારોના પછી 5 વર્ષ વિજેતાઓના

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12 ડિગ્રી ઠંડીમાંય ઉમેદવારોને વૈશાખી પરસેવો : જિલ્લામાં જાહેર પ્રચાર- પડઘમ શાંત તંત્રની છેલ્લી ઘડીની તૈયારીઓ

ખેડા જિલ્લાની 432 પૈકી 417 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 19 ડિસેમ્બર ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાવાની છે. જે માટે ચૂંટણી વિભાગ દ્વારા તમામ કામગીરી ને આખરી ઓપ આપી દેવાયો છે. શનિવારના રોજ જિલ્લાના તમામ તાલુકા મથક પરથી મતપેટીઓ, બેલેટ પેપર, ચૂંટણી લક્ષી સામગ્રી અને સ્ટાફની ફાળવણી કરવાની હોઇ શુક્રવારના રોજ તમામ સામગ્રી જેતે તાલુકા મથકો પર પહોચાડવામાં આવી છે.

સંવેદનશીલ - અતિસંવેદનશીલ મથક પર પોલીસની ચાંપતી નજર
ખેડા જિલ્લાના 10 તાલુકા મથકોની 417 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રવિવારના રોજ મતદાન યોજાવાનું છે. 417 ગ્રામ પંચાયતો માટે 1,465 સરપંચ પદના ઉમેદવારો છે. 1,333 વોર્ડ માટે 5,311 વોર્ડ સભ્યના ઉમેદવારો છે. જે માટે 5,12,167 પુરૂષ અને 4,81,379 સ્ત્રી મતદારો સહિત કુલ 9,93,560 મતદારો મતદાન કરશે. તંત્ર જોરશોરથી તૈયારીઓમાં લાગી ગયું છે.

આ મતદાન પ્રક્રિયા શાંતિ પૂર્ણ માહોલમાં યોજાય તે માટે તંત્રએ 288 સંવેદનશીલ અને 174 અતિ સંવેદનશીલ મથકો અલગ તારવ્યા છે જ્યાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. આ ચૂંટણી કામગીરીમાં 2,649 પોલીસ કર્મીઓ ખડે પગે તૈનાત રહેવાના છે. ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપતા તમામ સામગ્રી તાલુકા મથકો પર મોકલી અપાઈ છે, જ્યાથી શનિવારના રોજ તમામ સામગ્રી મતદાન કેન્દ્ર સુધી પહોંચશે.

તાલુકોસરપંચનીસરપંચનાવોર્ડવોર્ડનામતદાનસંવેદનશીલઅતિ-પોલિંગપોલીસમતદારોની સંખ્યા
બેઠકોઉમેદવારોસભ્યોઉમેદવારોમથકમથકોસંવેદનશીલસ્ટાફસ્ટાફપુરુષસ્ત્રીકુલ
નડિયાદ48169237792210301912004259292786270179197
માતર32918838088230548185372933503672331
ખેડા269590356724224415217305892890459493
મહેમદાવાદ58210239829187334310294617768773616151308
મહુધા3611976392972410588212392463679076036
કઠલાલ4615818158215840279093256434961541125896
કપડવંજ933452041031212562411754248461379146163759
ઠાસરા44160121524911614556185409683821179179
ગળતેશ્વર1867492255419032595192461809537341
વસો14514820063513280120252492377049020
કુલ4151,46513335311123228817470252649512167481379993560
અન્ય સમાચારો પણ છે...