તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Nadiad
 • Nadiad Civil Will Now Generate 120 Liters Of Oxygen Per Minute, Machines Have Been Allotted At Three Places Including Nadiad By Foreign Donors.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:નડિયાદ સિવિલમાં હવે દર મિનિટે 120 લીટર ઓક્સિજન થશે પેદા, વિદેશના દાતા દ્વારા નડિયાદ સહિત ત્રણ જગ્યા પર મશીન ફાળવવામા આવ્યા

નડિયાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોર્ટેબલ મશીનને જરુરિયાત મુજબ ખસેડી શકાય છે
 • નડિયાદની એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં પણ અમૂલ દ્વારા ઓક્સિજનનો પ્લાન્ટ ઉભો કરવામાં આવશે

ખેડા જિલ્લામાં કોરોનાની પક્કડની સામે કોરોનાગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલોમાં ઓક્સિજન માટે વલખાં મારવા પડી રહ્યા છે. ત્યારે નડિયાદ અને સમગ્ર જિલ્લા માટે હવે આ ઉભી થયેલી ઓક્સિજનની અછતને પહોંચી વળવાની દિશામાં કામગીરી કરાઈ રહી છે. નડિયાદ સિવિલ હોસ્પિટલમાં આજે 120 લીટર પર મીનીટમાં ઓક્સિજન જનરેટ કરતું મશીન લગાવવામાં આવ્યું છે. પરદેશમાં વસતા ગુજરાતીઓએ ગુજરાતમાં ત્રણ જુદી જુદી જગ્યાએ આ મશીન આપ્યું છે. આ ઉપરાંત આવનાર દિવસોમાં વધુ એક ઓક્સિજન મશીન પણ સિવિલ હોસ્પિટલમાં સ્થાપવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

વિદેશમાં વસતા ગુજરાતીઓએ મહામારીના સમયમાં ગુજરાતની ચિંતા કરી છે. સંતરામ મહારાજની પવિત્ર ભૂમી પર વધુ એક સેવાનો પ્રારંભ થયો છે. વર્લ્ડ હિંદુ કાઉન્સિલ ઓફ અમેરિકા, ચેપ્ટર શિકાગો દ્વારા ગુજરાતને ત્રણ ઈમરજન્સી એરકોસ્ટેટ જનરેટ ઓક્સિજન મશીન અર્પણ કરાયા છે. આ પૈકી એક મશીન ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં આવેલ સુપ્રસિદ્ધ સંતરામ મંદિરની પ્રેરણાથી અહીંયા અપાયું છે. શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આ મશીનને આજે ફીટ કરવામાં આવ્યું છે. દર મીનીટે 120 લીટર ઓક્સિજન આ મશીન તૈયાર કરે છે. સાથે સાથે આ મશીન પોર્ટેબલ હોય છે જેથી તેને જરૂરિયાત મુજબ અન્ય જગ્યાએ પણ સ્થાપી શકાય છે. આ મશીન નડિયાદને મળે તે માટે ડો. ઉમંગ પટેલ, પરાગી પટેલ, અમીતાબજી, નિમેશ જાની તેમજ જય મહારાજના સત્સંગ પરિવાર શિકાગોનો મહામૂલ્ય ફાળો છે.

આ તબક્કે મુખ્ય દંડક પંકજ દેસાઈ અને સાસંદ દેવુસિંહ ચૌહાણે પણ પ્રજાની સેવામાં યોગદાન આપી આજે આ મશીનનું ઈન્સ્ટોલેશન કરાવી શુભારંભ કરાવ્યો છે. આ સાથે આવનાર દિવસોમાં વધુ એક ઓક્સિજન મશીન અહીંયા સ્થાપવાની કામગીરી ચાલુ કરી દેવાઈ છે. ઉપરાંત નડિયાદની એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં પણ અમૂલ દ્વારા ઓક્સિજનનો પ્લાન્ટ ઉભો કરવામાં આવનાર છે. જેનો લાભ સમગ્ર ખેડા જિલ્લાના લોકોને મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો