મતગણતરીનું આયોજન:ખેડા જિલ્લામાં આવતીકાલે એકી સાથે 10 તાલુકા મથકોએ સવારે 9ના ટકોરે ગણવાની કવાયત હાથ ધરાશે

નડિયાદએક મહિનો પહેલા
  • 10 તાલુકા મથકોના 88 હોલમાં 249 મતગણતરીના ટેબલો પર મતપત્રો ગણાશે

ખેડા જિલ્લામાં આવતીકાલે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવનાર છે. તેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતગણતરીનું આયોજન કરી દેવાયું છે. એકી સાથે 10 તાલુકા મથકોએ સવારે 9 વાગ્યાના ટકોરે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. જેમાં 88 હોલ પર નિયત કરેલા 249 મતગણતરીના ટેબલો પર મતપત્રો ગણવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે.

મંગળવારે સમગ્ર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ પણ કોઈ કચાસ બાકી મૂકી નહી અને સંપૂર્ણ આયોજન કરી દીધું છે. સવારે 9ના ટકોરે આ મતગણતરી શરુ થનાર છે. ત્યારે 10 તાલુકા મથકો પર 88 ચૂંટણી અધિકારી, 88 મદદનીશ ચૂંટણી અધિકારી, 992 મતગણતરીનો સ્ટાફ, 312 વર્ગ 4ના કર્મીઓ, 126 આરોગ્ય સ્ટાફ અને 682 પોલીસ સ્ટાફ ખડે પગે રહેશે. જ્યારે વર્ગ 4ના 312 કર્મીઓ હાજર રહેશે.

મતગણતરીમાં તાલુકા દીઠ માહિતી જોઈએ તો

નડિયાદ
નડિયાદ તાલુકાના 48 ગ્રામ પંચાયતની મતગણતરી માટે બાસુદીવાલા હાઇસ્કુલમાં 11 ચૂંટણી અધિકારી અને 11 મદદનીશ ચૂંટણી અધિકારી તથા 11 હોલની અંદર 33 મતગણતરીના ટેબલો પર મતપત્રો ગણવાની કામગીરી હાથ ધરાશે. જેમાં 231 મતગણતરીનો સ્ટાફ, 100 પોલીસ સ્ટાફ, 22 આરોગ્ય સ્ટાફ અને 70 જેટલા વર્ગ 4ના કર્મચારીઓ હાજર રહેશે.

માતર
માતર તાલુકાના 32 ગ્રામ પંચાયતની મતગણતરી માટે એચ. સી. પરીખ હાઇસ્કુલમાં 8 ચૂંટણી અધિકારી અને 8 મદદનીશ ચૂંટણી અધિકારી તથા 8 હોલની અંદર 24 મતગણતરીના ટેબલો પર મતપત્રો ગણવાની કામગીરી હાથ ધરાશે. જેમાં 115 મતગણતરીનો સ્ટાફ, 50 પોલીસ સ્ટાફ, 10 આરોગ્ય સ્ટાફ અને 25 જેટલા વર્ગ 4ના કર્મચારીઓ હાજર રહેશે.

ખેડા
ખેડા તાલુકાના 27 ગ્રામ પંચાયતની મતગણતરી માટે એચ. એન્ડ ડી. પારેખ હાઇસ્કુલમાં 7 ચૂંટણી અધિકારી અને 7 મદદનીશ ચૂંટણી અધિકારી તથા 7 હોલની અંદર 21 મતગણતરીના ટેબલો પર મતપત્રો ગણવાની કામગીરી હાથ ધરાશે. જેમાં 70 મતગણતરીનો સ્ટાફ, 47 પોલીસ સ્ટાફ, 5 આરોગ્ય સ્ટાફ અને 22 જેટલા વર્ગ 4ના કર્મચારીઓ હાજર રહેશે.

મહેમદાવાદ
મહેમદાવાદ તાલુકાના 59 ગ્રામ પંચાયતની મતગણતરી માટે શેઠ જે. એચ. સોનાવાલા હાઇસ્કુલમાં 11 ચૂંટણી અધિકારી અને 11 મદદનીશ ચૂંટણી અધિકારી તથા 11 હોલની અંદર 22 મતગણતરીના ટેબલો પર મતપત્રો ગણવાની કામગીરી હાથ ધરાશે. જેમાં 55 મતગણતરીનો સ્ટાફ, 80 પોલીસ સ્ટાફ,10 આરોગ્ય સ્ટાફ અને 20 જેટલા વર્ગ 4ના કર્મચારીઓ હાજર રહેશે.

મહુધા
મહુધા તાલુકાના 36 ગ્રામ પંચાયતની મતગણતરી માટે એમ. ડી. શાહ કોર્મસ એન્ડ બી. ડી. પટેલ આટર્સ કોલેજમાં 8 ચૂંટણી અધિકારી અને 8 મદદનીશ ચૂંટણી અધિકારી તથા 8 હોલની અંદર 24 મતગણતરીના ટેબલો પર મતપત્રો ગણવાની કામગીરી હાથ ધરાશે. જેમાં 176 મતગણતરીનો સ્ટાફ, 60 પોલીસ સ્ટાફ, 16 આરોગ્ય સ્ટાફ અને 50 જેટલા વર્ગ 4ના કર્મચારીઓ હાજર રહેશે.

કઠલાલ
કઠલાલ તાલુકાના 46 ગ્રામ પંચાયતની મતગણતરી માટે શેઠ એમ.આર. હાઇસ્કુલમાં 9 ચૂંટણી અધિકારી અને 9 મદદનીશ ચૂંટણી અધિકારી તથા 9 હોલની અંદર 18 મતગણતરીના ટેબલો પર મતપત્રો ગણવાની કામગીરી હાથ ધરાશે. જેમાં 54 મતગણતરીનો સ્ટાફ, 50 પોલીસ સ્ટાફ, 18 આરોગ્ય સ્ટાફ અને 18 જેટલા વર્ગ 4ના કર્મચારીઓ હાજર રહેશે.

કપડવંજ
કપડવંજ તાલુકાના 93 ગ્રામ પંચાયતની મતગણતરી માટે શેઠ એમ. પી. મ્યુનિસિપલ હાઇસ્કુલમાં 14 ચૂંટણી અધિકારી અને 14 મદદનીશ ચૂંટણી અધિકારી તથા 14 હોલની અંદર 42 મતગણતરીના ટેબલો પર મતપત્રો ગણવાની કામગીરી હાથ ધરાશે. જેમાં 126 મતગણતરીનો સ્ટાફ, 50 પોલીસ સ્ટાફ, 5 આરોગ્ય સ્ટાફ અને 50 જેટલા વર્ગ 4ના કર્મચારીઓ હાજર રહેશે.

ઠાસરા
ઠાસરા તાલુકાના 44 ગ્રામ પંચાયતની મતગણતરી માટે ભવન્સ અંગ્રેજી મીડીયમ સ્કૂલ, કોલેજ ડાકોરમાં 10 ચૂંટણી અધિકારી અને 10 મદદનીશ ચૂંટણી અધિકારી તથા 10 હોલની અંદર 20 મતગણતરીના ટેબલો પર મતપત્રો ગણવાની કામગીરી હાથ ધરાશે. જેમાં 40 મતગણતરીનો સ્ટાફ, 50 પોલીસ સ્ટાફ, 10 આરોગ્ય સ્ટાફ અને 12 જેટલા વર્ગ 4ના કર્મચારીઓ હાજર રહેશે.

ગળતેશ્વર
ગળતેશ્વર તાલુકાના 18 ગ્રામ પંચાયતની મતગણતરી માટે મોર્ડન હાઇસ્કુલ સેવાલીયામાં 5 ચૂંટણી અધિકારી અને 5 મદદનીશ ચૂંટણી અધિકારી તથા 5 હોલની અંદર 20 મતગણતરીના ટેબલો પર મતપત્રો ગણવાની કામગીરી હાથ ધરાશે. જેમાં 50 મતગણતરીનો સ્ટાફ, 45 પોલીસ સ્ટાફ, 10 આરોગ્ય સ્ટાફ અને 20 જેટલા વર્ગ 4ના કર્મચારીઓ હાજર રહેશે.

વસો
વસો તાલુકાના 14 ગ્રામ પંચાયતની મતગણતરી માટે એ. જે. હાઇસ્કુલમાં 5 ચૂંટણી અધિકારી અને 5 મદદનીશ ચૂંટણી અધિકારી તથા 5 હોલની અંદર 25 મતગણતરીના ટેબલો પર મતપત્રો ગણવાની કામગીરી હાથ ધરાશે. જેમાં 75 મતગણતરીનો સ્ટાફ, 150 પોલીસ સ્ટાફ, 20 આરોગ્ય સ્ટાફ અને 25 જેટલા વર્ગ 4ના કર્મચારીઓ હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...