તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:નડીયાદ તાલુકામાં કુપોષિત બાળકોનું પ્રમાણ ઘટાડવા સુધારાત્મક પગલાં લેવાશે

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાની બ્લોક લેવલ મોનીટરીંગ એન્ડ રીવ્યુ કમિટીની સમીક્ષા બેઠક મળી

નાયબ કલેકટર-વ-પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને આઇસીડીએસ, નડીયાદ ઘટક-1-2-3 હેઠળ નડીયાદ તાલુકાની આઇસીડીએસ યોજના હેઠળ વિવિધ કામગીરીની સમીક્ષા માટેની બ્લોક લેવલ મોનીટરીંગ એન્ડ રીવ્યુ કમિટીની ત્રિમાસિક બેઠક યોજાઇ હતી.

આંગણવાડી કેન્દ્રોને મકાન બાંધકામ માટે જમીન ઉપલબ્ધ કરવાનું આયોજન નક્કી કરવામાં આવ્યું

આ બેઠકમાં નડીયાદ તાલુકામાં આઇસીડીએસ યોજના અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ત્રિમાસિક સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત નડીયાદ તાલુકામાં કુપોષિત તથા અતિકુપોષિત બાળકોનું પ્રમાણ ઘટાડવા માટેના સુધારાત્મક પગલાં લેવા તેમજ જે આંગણવાડી કેન્દ્રોને પોતાના મકાનની સુવિધા નથી તેને નવીન મકાન બાંધકામ માટે જમીન ઉપલબ્ધ કરવાનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે. આ બેઠકમાં નડીઆદ તાલુકા પંચાયતના પ્રમુખ, ઇ.ચા.તાલુકા વિકાસ અધિકારી, નડીયાદ, વિસ્તરણ અધિકારી, ખેતી નડીયાદ, તાલુકા હેલ્થ ઓફીસર, નડીયાદના પ્રતિનિધિ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિ, આઇ.સી.ડી.એસ.નડીયાદ ઘટક-1 તથા 3 ના બાળ વિકાસ યોજનાના અધિકારી તેમજ પોષણ અભિયાન સ્ટાફના સભ્યો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...