તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:નડિયાદમાં શિક્ષક દિને તાલુકા અને જિલ્લાના શિક્ષકોને ખાસ બિરદાવવામાં આવશે

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્‍લા કક્ષાએ 4 અને તાલુકા કક્ષાએ 16 શિક્ષકોને પારિતોષિક એવોર્ડ અપાશે
  • વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજ દેસાઇ સહિતનાઓ હાજર રહી શ્રેષ્ઠ શિક્ષકોને બિરદાવશે

5 સપ્ટેમ્બરે શિક્ષક દિન છે. ત્યારે નડિયાદ ખાતે જિલ્લાના સર્વ શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપી તેમની કામગીરીને બિરદાવવામાં આવશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહેશે.

કુલ 20 શિક્ષકોની પસંદગી કરવામાં આવી
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે આગામી 5મી સપ્ટેમ્બરના રોજ નડિયાદ ઇપ્કોવાલા હોલ ખાતે શિક્ષકોના બહુમાનનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. જેમાં ખેડા જિલ્‍લા અને તાલુકા કક્ષાના શ્રેષ્‍ઠ શિક્ષકને પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવશે. વર્ષ 2021 માટે ખેડા જિલ્‍લામાં જિલ્‍લા કક્ષાએ 4 શિક્ષકો અને તાલુકા કક્ષાએ 16 શિક્ષકો મળી કુલ 20 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં સી.આર.સી., બી.આર.સી., કેળવણી નિરીક્ષક, HTAT આચાર્ય કેટેગરીમાં 1 શિક્ષક અને માધ્યમિક શાળાના શિક્ષકોમાંથી 1 શિક્ષકની પસંદગી કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ તરીકે વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજ દેસાઇ, મુખ્ય મહેમાન પદે જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, અતિથિ વિશેષ તરીકે જિલ્લાના તમામ ધારાસભ્યો અને નડિયાદ નગરપાલિકા પ્રમુખ તેમજ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન હાજર રહી શ્રેષ્ઠ શિક્ષકોને બિરદાવશે.

અન્ય સમાચારો પણ છે...