• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Vaccination Drive Will Be Conducted At 445 Centers In Kheda District Tomorrow, So Far 100 Percent Vaccination Has Been Completed In 235 Villages Of The District.

વેક્સિનેશન ઝુંબેશ:ખેડા જિલ્લામાં આવતીકાલે 445 સેન્ટરો પર રસીકરણ મહાઝુંબેશ હાથ ધરાશે, અત્યાર સુધી જિલ્‍લાના 235 ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્‍લામાં કુલ 16.14 લાખ લોકોનું રસીકરણ કરાયુ
  • વસો તાલુકાના 22 ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ

રાજ્ય સરકાર દ્વારા કોરોના રોગ અટકાયત માટે રાજ્યમાં કોવિડ રસીકરણ મહાઅભિયાન હાલમાં ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે ખેડા જિલ્લામાં આવતીકાલે 17 સપ્ટેમ્બરના રોજ કોવિડ રસીકરણ મહાઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ સરકારી પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત અન્ય નિયત કરેલા કુલ 445 કેન્દ્રો ખાતેથી કોવિડ રસીકરણ કાર્યક્રમ વહેલી સવારથી મોડી સાંજ સુધી યોજાનાર છે.

આ અંતર્ગત જિલ્લાનાં તમામ 18 વર્ષથી વધુ વયનાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને કોવિડ રસીકરણના પ્રથમ ડોઝ અને બીજા ડોઝની સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવનાર છે. જેનો વધુમાં વધુ લાભ લેવા ખેડા જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણી દ્વારા જાહેર અપીલ કરાઈ છે.

આ પ્રસંગે કલેક્ટરે જણાવ્‍યું હતું કે, ખેડા જિલ્‍લામાં અત્‍યાર સુધીમાં કોવિડ રસીકરણ ઝુંબેશ કાર્યક્રમ અંતર્ગત જિલ્‍લાના કુલ 16.14 લાખ લોકોએ પ્રથમ ડોઝ લીધો છે જ્યારે 4.29 લાખ લોકોને બીજા ડોઝ રસીકરણ હેઠળ આવરી લેવાયા છે. જિલ્‍લાના બાકી રહેતા તમામ લોકોને પ્રથમ અને બીજા ડોઝ અંતર્ગત આવરી લેવાનું આયોજન છે. અત્‍યાર સુધીમાં જિલ્‍લામાં 96 ટકા લોકોને પ્રથમ ડોઝ રસીકરણ હેઠળ આવરી લેવાયા છે. બીજા ડોઝમાં 50 ટકા જેટલા જે બાકી રહે છે તેમને આવરી લેવામાં આવશે.

રસીકરણ મહાઝુંબેશના આ કાર્યક્રમમાં જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા 1 લાખથી વધુ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવશે તેમ જણાવ્‍યું છે. આ દિવસને પ્રોત્સાહક દિવસ ગણાવી આ રસીકરણ મહાઝુબેશમાં બાકી રહેતા તમામ લોકોને રસીકરણ કરાવવા જાહેર અપીલ કરતાં જણાવ્‍યું હતું કે, જિલ્‍લાના કુલ 235 ગામોમાં 100 ટકા વેક્સીનેશન કરાવવામાં આવ્‍યું છે. તેમાં વસો તાલુકાના તમામ 22 ગામોમાં 100 ટકા વેક્સિનેશન કરાવવામાં આવ્‍યું છે. બાકી રહેતા તમામ તાલુકાઓના ગામોમાં પણ 100 ટકા વેક્સિનેશન થાય તે માટે આ મહા ઝુંબેશમાં જોડાવવા જિલ્‍લા વહીવટી તંત્ર એ જાહેર અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...