• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Autumn Festival Will Be Celebrated In Kheda District Tomorrow, Ghodapur Of Devotees Will Gather At Tirthdham Vadtal And Yatradham Dakor

શરદ પૂનમ:ખેડા જિલ્લામાં આવતીકાલે શરદોત્સવની ઉજવણી થશે, તીર્થધામ વડતાલમાં અને યાત્રાધામ ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટશે

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તીર્થધામ વડતાલ - Divya Bhaskar
તીર્થધામ વડતાલ
  • વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં રાસની રમઝટ જામશે
  • યાત્રાધામ ડાકોરમાં શરદ પૂર્ણિમા નિમિત્તે રાજાધિરાજને સવા લાખનો મુગટ પહેરશે

ખેડા જિલ્લાના ધાર્મિક સ્થાનો પર શરદ પૂનમની ઉજવણી કરવા આવનાર છે. સ્વામિનારાયણ તીર્થધામ વડતાલમાં અને યાત્રાધામ ડાકોરમાં આ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે પર્વને લઈને મંદિર પ્રશાસને તડામાર તૈયારીઓ કરી દીધી છે. સમગ્ર કાર્યક્રમ કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે કરવામાં આવનાર છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આવતીકાલે મંગળવારના રોજ શરદ પૂનમની ઉજવણી કરવામાં આવનાર છે. રાત્રીના 8 થી 11 દરમ્યાન શરદોત્સવની ભવ્યાતિભવ્ય રીતે મંદિરના પટાંગણમાં ઉજવવામાં આવનાર છે. વડતાલગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, પૂ.સૌરભપ્રસાદજી (મોટા લાલજી) સહિત સંપ્રદાયના સંતો-મહંતો સહિત હરિભક્તો ઉપસ્થિત રહેશે.

વડતાલ
વડતાલ

આ પ્રસંગે ગુતાતીત ગ્રુપ સુરત કલાકુંજ ધ્વારા કિર્તન અને ઓરકેસ્ટ્રા દ્વારા રાસની ૨મઝટ બોલાવશે. મંદિરના પટાંગણમાં તૈયાર કરાયેલ વિશેષ મંડપમાં શ્રીહરિને બિરાજમાન કરી 5 આરતી ઉતારવામાં આવશે. તો સૌ સત્સંગી હરિભક્તોએ કિર્તન ભક્તિ તથા રાસોત્સવનો લાભ લેવા પધારવા વડતાલ મંદિરના કોઠારી ડો. સંતવલ્લભદાસ સ્વામીએ જણાવ્યું છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂ.શ્યામવલ્લભદાસ સ્વામી કરશે.

યાત્રાધામ ડાકોર
યાત્રાધામ ડાકોર

જ્યારે યાત્રાધામ ડાકોરમાં શરદ પૂર્ણિમા નિમિત્તે રાજાધિરાજ રણછોડજીને સવા લાખનો મોટો મુગટ ધારણ કરવામાં આવશે. વર્ષોની પરંપરા મુજબ રણછોડજીને વર્ષમાં ત્રણ વાર આ મુગટ ધારણ કરવામાં આવે છે. જેમાં શરદ પૂર્ણિમા, કાર્તકી પૂર્ણિમા અને કૃષ્ણ જન્મોત્સવ વખતે આ મુગટ અર્પણ કરવામાં આવે છે. પૂનમના રોજ રણછોડજી નિત્ય ક્રમ પ્રમાણે મંગળા આરતી બાદ અલંકારિક વસ્ત્રો તેમજ જર ઝવેરાત ધારણ કરશે.

યાત્રાધામ ડાકોર
યાત્રાધામ ડાકોર

સાંજના સમયે શયન સખડીમા બંધ બારણે સેવા અને સખડી ભોગ આરોગી ચાંદીના દાગીના ઠાકોરજીને ધારણ કરાવી રાસ લીલાનો ભાવ સેવકો દ્વારા કરાવવામાં આવશે. ત્યારબાદ દુધ પૌવા ધરાવાય છે. આ સમયે ભગવાન જરીના વસ્ત્રો ધારણ કરે છે. આ ધાર્મિક દિવસ દરમિયાન સરકારની કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે તેમ મંદિર પ્રશાસને જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...