તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્માષ્ટમી મહોત્સવ:વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં જન્માષ્ટમી મહોત્સવ સાદગીપૂર્ણ રીતે ઉજવાશે

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભજનની રમઝટ સાથે રાત્રીના 12 કલાકે ભગવાન શ્રી કૃષ્ણને પારણામાં ઝુલાવી કૃષ્ણ પ્રાગટ્યોત્સવની ઉજવણી કરાશે

અક્ષરધામ તુલ્ય વડતાલ ધામમાં 30મી ઓગષ્ટના રોજ જન્માષ્ટમી મહોત્સવ વડતાલ પિઠાધિપતિ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજની અધ્યક્ષતામાં ઉજવાશે. આ પ્રસંગે વડતાલ મંદિર પટાંગણમાં ભવ્ય રાસોત્સવ તથા મટકી ફોડના કાર્યક્રમો રાખવામાં આવેલ હોવાનું મંદિરના કોઠારી ડૉ.સંત સ્વામીએ જણાવ્યું હતું.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આજથી 5 હજાર વર્ષે પૂર્વ શ્રાવણ વદ આઠમ (ગોકુલાષ્ટમી)ના રોજ રાત્રીના 12 કલાકે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું હતું. સમગ્ર ભારત વર્ષમાં જન્માષ્ટમી મહોત્સવ ખૂબ જ દબદબાભેર અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. વૈષ્ણવ તથા સ્વામિનારાયણ સંપ્રદાયમાં કૃષ્ણજન્મોત્સવનું અનેરૂં માહાત્મય છે. ભક્તો ધ્વારા ભજનની રમઝટ સાથે રાત્રીના 12 કલાકે ભગવાન શ્રી કૃષ્ણને પારણામાં ઝુલાવી કૃષ્ણ પ્રાગટ્યોત્સવની આરતી ઉતારી નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી..... ના નાદ સાથે વ્હાલાના વધામણા કરે છે.

ભક્તો ધ્વારા માખણ, મીસરી અને પંચાજીરીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં કૃષ્ણ જન્મોત્સવ રાત્રીના 8 થી 12 કલાક દરમ્યાન સાદગીપૂર્ણ રીતે ઉજવાનાર છે. આ પ્રસંગે સંપ્રદાયના સંતો-ભક્તો સહિત મોટી સંખ્યામાં પધારી કથા દર્શનનો લાભ આપશે. તો ખેડા જીલ્લાની ધર્મપ્રેમી જનતાને કથા દર્શન તથા રાસોત્સવનો લાભ લેવા પધારવા પૂ.શ્યામવલ્લભ સ્વામીએ એક યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...